________________
( ૩ )
વખતમાં થઇ ગયા છે તેમના શિષ્ય ગારખનાથનાં પગલાં છે. આ ટુંકની નીચાણમાં સુગંધી વાળાના છેડ થાય છે.
ત્યાંથી આશરે ૪૦૦ ફ઼ીટ નીચે ઉતરી રહ્યા પછી ચાથી ટુકે જવાય છે. તે રસ્તા ખાંધેલા નથી. રસ્તા આકરા છે. ટુંકની ઉપર એક માટી કાળીશિલામાં શ્રી નેમિનાથની પ્રતિ મા તથા બીજી શિલા ઉપર પગલાં છે. તેમાં ૧૨૪૪ની પ્રતિ છાના લેખ છે. કેટલાક એમ કહે છે કે નેમિનાથ આ ટુક ઉપર મેાક્ષ પામ્યા છે. ચેાથી ટુકથી ખાખાર પાંચમી ટુકે હાશીઆર ને જોરાવર માણસથી જવાય છે. ત્રીજી ટુકેથી નીચે ઉતરી રહ્યા પછી પગથી આંને રસ્તે ઉપર ચઢીએ છીએ એટલે કમ`ડલકુડની નીચાણમાં રતનમાગ છે. તેમાં આશ્ચયકારક વનસ્પતિ થાય છે. કમંડલકુંડને રસ્તે નહિ જતાં આગળ પગથીઆંને રસ્તે ઉંચા ગયા પછી ચઢાવ ઘણા જ જખરા છે. પાંચમી ટુકે પહાંચીએ છીએ ત્યારે એક જાતના અનન્ય આનંદ થાય છે તેથી તથા ઠંડા પવનની વ્હેરથી મુસાફરીને થાક ઉતરી જાય છે; તેની સાથે પાપ પણ ઉતરી જાય છે ને પુણ્ય ચઢે છે. પાંચમી ટુંકની જે પેદાશ થાય છે તે કમંડલ કુંડના ખાવાઓ લે છે.
ઉપર ગંજાવર ઘટ છે, તથા નેમિનાથનાં પગલાં છે તેના ઉપર છત્ર બંધાવેલું છે. તેની નીચાણુમાં પગલાં તથા નેમિનાથની પ્રતિમા છે. વળી નીચે પ્રમાણે લેખ છે. સં. =૨૭ પ્રથમ आसो वद ७ मे गुरुवासरे सा. देवचंद लक्ष्मीचंदैन जिनालयं