________________
( ૬ ) કેવળજ્ઞાન ને નિર્વાણ થયાં એવા ધર્મચક્રવતી શ્રી અરિષ્ટનેમિ (નેમનાથ) પ્રભુને નમું છું. - આ વિષે એમ પણ કહેવાય છે કે મહારાષ્ટ્રના વરૂણ શેઠે તથા હસ્તિનાપુરના ધનાશેઠે જીર્ણદુર્ગના વિક્રમરાજાની કચે. રીમાં તકરાર ચલાવી. તે અવસરે પદ્માવતી દેવીએ સણવલી ગામની પાંચ વર્ષની કુમારીકાને લાવીને ઉપરને પાઠ બોલા.
વ્યા તે ઉપરથી ધનાશેઠને “વેતાંબરીને) જય થયો. ઉપરની ગાથા પ્રતિક્રમણમાં “સિદ્ધાણં બુદ્ધાણું” નામના સૂત્રમાં હજુ પણ હમેશાં બેલાય છે.
અંબાજીની ટ્રેક, રહનેમિના દેવળથી અંબાજીની ટુંક ઉપર જવાનો રસ્તો નીકળે છે. સાચા કાકાની જગ્યા ઉપર ચઢાવ કઠણ છે. પણ પગથી આ બાંધેલાં છે તેથી સુગમ પડે છે. સંવત ૧૮૮૨ ના અષાડ સુદી રને જ અંબાજીનાં કમાડ જૈન દે. રાસરનાં કારખાનેથી કરાવ્યાં. આ દેવળની બાંધણી સંપ્રતિરાજા તથા દામોદરજીના દેવળની બાંધણીને મળતી આવે છે. એમ કહેવાય છે કે સંપ્રતિ રાજાએ હાલનું સંપ્રતિનું, અંબાજીનું, દામોદરજીનું તથા માહીગઢેચીનું તથા હાલ જુનાગઢના કસાઈવાડામાં જુની સંગી વાવ પાસેની મસીદ જ્યાં છે ત્યાં એ રીતે એવાં પાંચ દેવળ બંધાવ્યાં હતાં. માહીગઢેચી બાર સૈયદની જગ્યા માજીબુના મકબરાની પાસે છે. ત્યાંથી મહાવીર સ્વામીની પ્રતિમા સંવત ૧૮૯૭ ના અરસામાં