________________
( ૯ ) એમ કહેવાય છે કે સુંદરજી સંઘવીના સમયમાં અનંતજી દીવાનની મદદથી મુચુકુંડની ગુફાવાળા ભેરવાનંદ ( લક્કડભારથી) બાવાએ ગેમુખીમાં મુકામ કર્યો. સુંદરજીના ગુરૂ હસ્તિવિજયે તથા માસી સાધુ પ્રેમસાગરે પ્રયત્ન કર્યો છતાં ડુંગર ઉપર વસતી વધારવાના બહાને તે જગ્યા સુંદરજીએ પિતાના કબજામાંથી છોડી દીધી. હસ્તિવિજયના શિષ્ય ભક્તિવિજય તથા તેના શિષ્ય લક્ષમીવિજય હાલ વેરાવળ રહે છે. હસ્તિવિજયના વખમમાં ભાટીયા લીલાશેઠ નેમિનાથના કારખાનાના મુનિમ હતા. તેના પુત્ર ગબ્બર શેઠની હવેલીમાં નીચે હાલ ગુજરાતી નિશાળ છે ને ઉપર સરકારી દવાખાનું છે.
દિગંબરીના સંબંધમાં શ્રી આવશ્યકની વૃંદારવૃત્તિ નામની ટીકામાં લખેલું છે કે-એક પ્રસંગે દિગંબરી તથા વેતાંબરી સંઘ રૈવતાચલ તીથે ભેગે થયે. તે અવસરે દિગં. બરી લેકે તથા વેતાંબરી લકે વચ્ચે જુનાગઢના રાજાની સમક્ષ વાદવિવાદ ચાલ્યું. રાજાએ શાસ્ત્રનું પ્રમાણ માગવાથી વેતાંબરી સંઘ કાર્યોત્સર્ગ થાન ધર્યું, તેથી શાસનદેવીએ દૂર દેશથી એક કન્યાને લાવીને તેના મુખથી નીચેની ગાથા બોલાવી :–
उर्जित सेलसिहरे दिख्खानाणं निसीहिया जस्स । तं धम्मचकवादि भरिट्टनेमि नमसामि ।। અર્થ–ઉજજયંત પર્વતના શિખર ઉપર જેનાં દીક્ષા,