________________
( ૫ )
ના ખિમાં અનુક્રમે કચ્છપ, શશી, કમલ ને સ્વસ્તિકનાં ચિન્હા છે. આ દેરૂ શામળા પાર્શ્વનાથનુ કહેવાય છે. ચામુ ખની ચેરીના થાંભલાઓમાં તીર્થંકરની મૂર્તિ એ છે. તે મૂકી આગળ જતાં એક બ્રહ્મચારીની બેઠક આવે છે. ત્યાર પછી ગામુખી આવે છે. ત્યાં કુંડ છે. તેમાં ગાયના મુખમાંથી ઝરણુ આવે છે. તેની પાસે ચાવીશ તીર્થંકરનાં પગલાં છે. દરેક ૫ગલાંની જોડ પાસે અરિહંતનુ નામ ખાળધમાં કાતરેલું છે, ગામુખીની જગામાં હાલ શિવાલયેા છે. જમણી બાજુએ ઉપર ચઢતાં રહેનેમિનું દેવાલય આવે છે. દડનેમિ, અતિનેમિ, દ્રઢનેમિ ને રથનેમિ ( રહેનેમિ ) એ ચાર અરિષ્ટનેમિના ભાઇ હતા. નેમિનાથ પ્રભુ રાજીમતીનું પાણીગ્રહણ કર્યો શિવાય તારણથી પાછા ચાલ્યા ગયા તેથી રાજીમતી સંસારથી વિરકત થઇ પાતાની સખીઓ સાથે સંયમ લેવા ગીરનાર ઉપર ચડી. રસ્તામાં વૃષ્ટિ થવાથી એક ગુફામાં પેાતાનાં વસ્ત્ર સૂકવવા આવી. તેજ ગુઢ્ઢામાં રહેનેમિ તપ કરતા હતા, તે રાજીમતીને જોઇ કામાંધ થયા. રાજીમતીએ પ્રતિમાધ દ્વીધા, તેથી લજ્જાયમાન થઇ પોતાના આત્માની નિંદા કરતા રહનેમિ પેાતાના ભાઇ અરિષ્ટનેમિ (નેમિનાથ) પાસે આવ્યા, ને પુન: દીક્ષા લઇ સિદ્ધિ પામ્યા. શિવસુ ંદરી રૂપી પેાતાની શાકને જાણે અગાઉથી જોવાને ઇચ્છતી હાય તેમ રાજીમતી પણ પેાતાના સ્વામી પાસે દીક્ષા લઇ તેમના પહેલાં મેક્ષે ગઇ.
પ્રતિક્રમણ વિધિ નામને ગ્રંથ રચ્યા છે તે સામસુ ંદર સૂરિના પાંચ શિષ્યામાંના એક હતા. સેામસુંદરસૂરિ-જન્મ ૧૪૩૦ ૧ ૧૪૯૯.