________________
(૫૭ ) હતી. તેથી અનંતજી દીવાનની ચીઠ્ઠી લઈ વસ્તુપાળ તેજપાળની ટુંકની દક્ષીણ તરફની વેતાંબરી ધર્મશાળામાં મુકામ કરી કબજે કર્યો. ત્યાર પછી શેઠ પ્રેમચંદ રાયચંદની ધર્મ શાળાની સામે તેઓએ પિતાની ધર્મશાળા બાંધી. વીસપંથી તેરાપંથી વિગેરે તેમની શાખાઓ છે. વેતાંબરી લેકની માફક તેઓ પ્રતિમાના નવ અંગે પૂજા કરતા નથી. તેમજ પુષ્પ, આભૂષણ ઇત્યાદિ ચઢાવતા નથી, તેમજ દિગંબરીની પ્રતિમાને વેતાંબરીની પ્રતિમા જે વા કછોટે હોતે નથી. પણ લિંગને ભાગ દેખાય છે. ગીરનારજી ઉપર હુમડની જગામાં બે દેવળ છે. મેટું દેવળ ઉત્તર દ્વારનું છે. તેમાં ૧૧ જનબિંબ છે. મૂળનાયક નેમિનાથ છે. તેમાં સંવત ૧૨૪ ની સાલ છે. નેમિનાથની એક મૂર્તિ સંવત ૧૭૪૯ ની તથા શાંતિનાથની એક મૂર્તિ સં. ૧૬૬પ ની સાલવાળી છે. નાનું દેરૂં પશ્ચિમદ્વારનું છે. તેમાં બે બાજુએ પાર્શ્વનાથ તથા મધ્યે નેમિનાથ મળી ત્રણ પ્રતિમા છે તે નેમિનાથની પ્રતિષ્ઠા સં. ૧૭૪૫ માં ભટ્ટારક જીવરાજજીએ કરેલી છે. આ દેરાની ઉંચાણમાં શીતળનાથની જગ્યા છે. મલ વાળું દેરૂં મૂકી આગળ રસ્તો લેતાં જમણું તરફ મુખનું (ચેરીવાળું) જીનાલય આવે છે. તેની પ્રતિષ્ઠા સં. ૧૫૧૧ માં જીનહર્ષસૂરિએ કરેલી છે. પશ્ચિમ, દક્ષિણ, ઉત્તરને પૂર્વ
૧ છનહર્ષચરિએ સં. ૧૫૦૨ માં વિરમગામમાં વિંશતિસ્થાનક વિચારામૃત સંગ્રહ તથા રત્નશિખર નરપતિ કથા નામના ગ્રંથો રચ્યા છે. તે જયચંદ્રસૂરિના શિષ્ય હતા. જયચંદ્રસૂરિએ સં. ૧૫૦૬ માં