________________
મુખ્ય બે શાખા છે. ૧. “વેતાંબરી. ૨. દિગંબરી. દિગંબરી લેકેને હુમડ કહે છે, સંવત ૧૯૧૫ માં પ્રતાપગઢવાળા ફતેહચંદ લાલચંદના પુત્ર કસ્તુરચંદ બંડીએ “વેતાંબરી લોકો સાથે મળીને ચાલવું એવો લેખ કરી અમદાવાદના નગર શેઠ હેમાભાઈને પત્ર લાવી ગીરનાર ઉપર દેવળ બંધાવવાનું શરૂ કર્યું. ને કાગચ્છને મીઠા શેઠને સાત તથા દયાળ શેઠને સાત એ રીતે ચેક બાઈડીએમાં પણ વંશ રહ્યો નહીં. મીઠા તથા દયાલ સંઘવી પાસેથી જમીન લઈ હુમડનું કારખાનું દેવચંદ લખમીચંદનામ “વેતાંબરી કારખાના સામે બાંધ્યું. વળી બ્રહ્મપુરીમાં પધરાવવા પાર્વતી વગેરેની પ્રતિમાઓને લખમીચંદ મુનીરામે અનંતજી દીવાનને ભેટ કરી
+ દેવચંદ કરીને પરવાડ વાણીઓ વડનગરથી આશરે સે વર્ષ ઉપર પોતાની બહેન લખમી (અજબ) બાઈ સાથે જુનાગઢ આવ્યું. તેણે પોતાનો પૈસે ગીરનારજી ખાતે આપી એક દુકાન સંઘની રજાથી કાઢીને દુકાનનું નામ દેવચંદ લખમીચંદ પાડયું ને પોતે તથા તેની બહેન બને જુનાગઢમાં ગુજરી ગયાં, તે પહેલાં પોરવાડ જગમાલ ગોરધન તથા પરવાડ રવજી ઈદરજી ગીરનારની દેખરેખ રાખતા. હાલ પણ જગમાલનો ચોક કહેવાય છે. તથા જુનાગઢમાં પણ વીરચંદ માણેકચંદ તથા સવા ધાબીની મા ચંદુડી પાસેથી જમીન લઈ કારખાનું વધાર્યું. વિરચંદ માણેકચંદ પુત્ર ગુલાબચંદ હાલ હયાત છે ને તે બીને પુત્ર સ પણ હાલ હયાત છે. સંવત ૧૯૧૩ વૈશાક સુદી ૪ ના અમદાવાદના શેઠ લલ્લુભાઈ પાનાચંદે હુમડને ડું બાંધવાની પરવાનગી આપવા બાબત દેવચંદ લક્ષ્મીચંદને લખ્યું હતું.