________________
( ૧૫ ) કારખાનાના એક મુનીમે ચોવીશ તીર્થકરોને પધરાવવા માટે વીશ ઓરડીએ કરવા માંડી હતી પણ તે કામ અધુરૂં રહ્યું.
- કેટની બહારનાં દેવાલય,
સંપ્રતિ રાજાની ટુંક તથા વસ્તુપાળ તેજપાળની ટુંક વચ્ચેના રસ્તે આગળ જતાં કેટને બીજે દરવાજે આવે છે. તે દરવાજા બહાર સામે જ પથ્થર ઉપર લેવલ ૩૧૦૦ ફુટ લખેલું છે. ત્યાંથી થોડે ઉંચે ચડીયે છીયે ત્યારે ૪૦૦૦ પગથી થાય છે. તે દરવાજે પસાર થઈએ એટલે નેમિનાથના રાક્ષસી કિલ્લાની જબરી ભીંતે જોવામાં આવે છે. આગળ ચડતાં ડાબી તરફ શાંતિનાથનું મંદિર આવે છે. તેને ખાડાનું -દેરાસર કહે છે. તેમાં નવ પ્રતિમાઓ છે. જમણી બાજુની
એક મૂર્તિમાં કળશનું ને ડાબી બાજુની મૂર્તિમાં સસલાનું લાંછન છે. આ દેવળ માંગરોળના દશાશ્રીમાળી વણિક ધરમશી હેમચંદે શ્રી મુંબઈના ડીજી પાર્શ્વનાથના મંદિરના ભંડાર તરફથી આવેલા રૂપીઆ જસરાજ મેદી મારફત ખરચી સંવત્ ૧૯૯ર માં સમરાવ્યું છે. પગથી અને રસ્તે ડાબી બાજુએ મલવાળું (જોરાવર મલનું) દેરૂં આવે છે. તેમાં પણ મૂળનાયક સોળમા શાંતિનાથ છે. તેની આસપાસ બે મૂર્તિઓ છે. આ દેરાની પાસે નીચાણમાં નેમિનાથની નવ ભવની પત્ની રામતીની ગુફા છે, તેમાં રામતીની ઉભી મૂર્તિ છે. તથા પડખે રહનેમિની નાની મૂર્તિ છે. મલવાળા દેરાની પાસે જમણી તરફ હુમડની જગા છે. જેને લોકોની