________________
( ૪ ) કોટનાં બીજા દેવાલય, સંપ્રતિરાજાની ટુંકની ઉત્તરે જ્ઞાનવાવ તથા સંભવનાથનું મુખનું દેરાસર આવે છે. તેની સામે સગરામ સોનીની ટુંકનું પૂર્વ દ્વાર છે. કેટલીક નીશાનીઓ જોતાં એમ લાગે છે કે અત્રે અસલના વખતમાં મોટું દેવું હશે. આગળ જતાં સામે કુમારપાળની ટુંકનું દક્ષિણદ્વાર આવે છે. તેની ડાબી તરફને રસ્તે ભીમકુંડ જવાય છે.
સગરામ સોનીની ટુંક ને કુમારપાળ રાજાની ટુંક વચ્ચેના ગરનાળામાં થઈને ચંદ્રપ્રભુજીના દેરાસર આગળ જવાય છે. તે માર્ગે કઈ કઈ દેવાલયની નિશાનીઓ જોવામાં આવે છે. ચંદ્રપ્રભુના દેવાલયમાં ચંદ્રપ્રભુની પ્રતિમા છે. તેમાં સંવત્ ૧૭૦૧ ની સાલ છે. તેની સામે એક માતાની મૂર્તિ છે, તેમાં ૧૩૧૮ને લેખ છે. આ દેવળ મૂકી જમણી તરફ જતાં મેટા મોટા લેખ આવે છે પણ તે વંચાય તેવા નથી. તે મૂકી આગળ જતાં હાથી પગલાને જુને કુંડ આવે છે. તેમાં હાથીનું એક પથ્થરનું પગલું છે, તેના ઉપર નાગી બાવી રહેતી તે યાત્રાળુઓને હરકત કરતી હતી એમ કહેવાય છે. આ કુંડ મૂકી પશ્ચિમ તરફ જતાં શા. દેવચંદ લખમીચંદે સમ વેલે હાથી પગલાંને ને કુંડ આવે છે.
નવા કુંડની દક્ષિણે ઉંચાણમાં કેટલીક ઓરડીઓ છે. તેને વિશે એમ કહેવાય છે કે હંસરાજ જુઠા બખાઈ નામે