________________
( ૫૩ ) કાઉસગીઆ તેર તેર ઈચના છે. આ સિવાય બીજી પાંત્રીસ જીનેશ્વરની પ્રતિમાઓ રંગમંડપ તથા ગર્ભાગારમાં છે. રંગમંડપમાં વિમલનાથની મૂર્તિ ૪૮ ઈંચની છે તેમાં નીચે પ્રમાણે લેખ છે
संवत १९०९ माहा सुद २ शुक्रे सुरतवासी श्री. श्रीमालज्ञातीय श्री भाइ खेताभाइ झांझण कुटुंब युतेन श्री विमलनाथ बिंबं कारितं प्रतिष्टितं बृहत्तपागच्छे श्री रतनसिंह મિઃ |
સંવત ૧૯૩૨ માં આ ટુંકના ચેકમાંથી આમાંની ઘણી ખરી પ્રતિમાઓ નીકળી હતી. તેની સાથે એક સુંદર કારીગરીનું ધાતુનું પરિકર જે હાલ નેમિનાથની ટુંકમાં વૃક્ષ નીચે છે તે પણ નીકળ્યું છે. જે હિંદુસ્તાનની પ્રાચીન કળાનો એક સરસ નમુને છે, તેમાં નીચે પ્રમાણે લેખ છે – . संवत १९२३ वर्षे वैशाख शुदि १२ गुरौ श्री बृहत्तपापक्षे श्री गच्छ नायक भट्टारक श्री रत्नसिंह सूरिणा तथा भट्टारक उदय बल्लभ सूरीणामुपदेशेन श्री संघेन विमलनाथ વરિ ઋરિતઃ પ્રતિષ્ઠિતો જ્ઞાનપરિણામ
જેમ્સ બર્જેસ સાહેબે આ દેવાલયમાં કર્ણરામ જયરામની સં. ૧૪૬૧માં પ્રતિષ્ઠા કરેલી નેમિનાથની કૃષ્ણ મતિ જોઈ છે. તથા ઈ. સ. ૧૧૫૮ ને લેખ વાંચેલ છે.