________________
( કર ).
લાગે છે. જેમ્સ બજેસ સાહેબ લખે છે કે આ મૂર્તિની બેઠક આગળ ૨૪ તીર્થકરની મૂર્તિઓવાળે એક પીળો પત્થર છે તે ઈ. સ. ૧૪૧૨ની સાલનો કોતરાયલે છે. અદબદજીની સામે પંચ મેરનું દેવાલય છે, તેમાં જૈન સિદ્ધાંતમાં વર્ણવેલા મેરૂ નામના પાંચ સુવર્ણના શાશ્વત પર્વતના આકાર છે. તે દરેકમાં સં. ૧૮૫૯ ની પ્રતિષ્ઠિત ચેમુખજી એટલે ચારે દિશા તરફના મુખ વાળી ચાર પ્રતિમાઓ છે. ચાર ખુણે ચાર મેરૂ ને પાંચમો મેરૂ મધ્ય ભાગે છે. અદબદજીના દેવળની ડાબી બાજુનાબારણામાં થઈને મેરકવશીમાં જવાય છે. તેમાં મુખ્ય મંદિરના બહારના રંગમંડપમાં ખંડિત કરેલી ઘણું મૂર્તિઓ જેવામાં આવે છે. મૂળનાયકજી સહસ્ત્રફણા પાર્શ્વનાથ છે. તેમની બેઠકે નીચે પ્રમાણે લેખ છે–
___संवत १८५९ वर्षे अमदावाद वीशा श्रीमालो शा. વધુ સારવાના શા. ઇંદ્રની યુત શા. wાશીરાન હાશ્રીગર્ભે श्री गौरनारजी तीर्थ श्री सहस्रफणी पार्श्वनाथ बिंबं कारावितं શ્રી વિનયનરેંદ્રસૂરિમિક પ્રતિષ્ઠિત. વિજયજીનેંદ્રસૂરિની વંશાવળી–અનુક્રમે હીરવિજય, વિજયસેન, વિજયસિંહ, વિજયપ્રભ, વિયરત્ન, વિજયક્ષમા, દયા, ધર્મજીને, દેવેંદ્ર, ધરછું, રાજેદ્ર એ પ્રમાણે અનુક્રમે છે.
મૂળનાયકની આસપાસ ૭ પ્રતિમા છે. ભમતીમાં ૫૮ પ્રતિમા છે. દક્ષિણ તરફની ભમતીમાં અષ્ટાપદ પર્વત છે. તેમાં