________________
( ૪૧ )
કરાવી છે. નેમિનાથની ટુંકના ચોકમાં તથા માટી ભમતીમાં અધી મળી ૧૩૩ પ્રતિમા છે, તથા ૧૮ જોડ પગલાં છે. તેમાં મોટામાં મોટાં પગલાં શ્રી નેમિનાથનાં છે. તે દક્ષિણ તરફના દ્વારની ડાખી બાજુએ છે. તેજ દ્વારની બહાર જમણી બાજુએ નેમિનાથની અધિષ્ઠાયક અંબિકા દેવીની મૂર્તિ છે.
મેકવીની ટુંક
નેમિનાથની ટુંકમાં ઉત્તર તરફ નીચે ઉતરવાના દરવાજો આવે છે, તેમાં એસરીમાં નીચે પ્રમાણે લેખ જોવામાં આવે છે.
श्रीमत् सूरि धनेश्वरः समभवत् श्री शीलभद्र शिष्यस्त-स्यैवपंकजे मधुकर कीरीटोरुचो योभवत् सोभितवेत्रने मिसदने श्री भद्रसूरि श्रीमदैवतके चकार थुवरिकार्य प्रतिष्ठा श्री संवत् महा. -मासे पृथवी विदितोत्तवेश्रेयः तथा देवचंद्रा दि जयतान्वितः इति ॥
ત્યાંથી પગને થકવી નાંખે એવા કાળા પાષાણુના પગથીઆં નીચે ઉતરીએ એટલે ડામે હાથે અદબદજી દાદા એટલે પલાંઠી નીચે ઋષભના ચિન્હવાળી તથા ખભા ઉપર કાઉસગીઆવાળી શ્રી ઋષભદેવની મૂર્તિ પદ્માસને જોવામાં આવે છે. શત્રુજય પર્યંત ઉપર પણ એવી મૂર્તિ છે. આ મૂર્તિને અન્ય ધર્મના કેટલાક અજ્ઞાન લેાકેા ઘડીઘટુકા કહે છે. આ નામ ભીમસેનના પુત્ર ગટારગચ્છ(ઘટોત્કચ) નું હાય એમ