________________
( ૩ ) દેરૂં કહે છે. તેની પછવાડે પિોરવાડ જગમાલ ગોરધનવાળું પૂર્વ દ્વારનું દેરું છે. તેમાં પાંચ પ્રતિમા છે. મૂળનાયક આદીશ્વરજી છે. તેની પ્રતિષ્ઠા સંવત ૧૮૪૮ માં વૈશાખ વદી ૬ શુક્રવારે વિજયજીદ્રસૂરિએ કરેલી છે. તે દેરાની જમણી બાજુએ સતી શિરોમણી શ્રી રામતીના પગલાંની દેરડી છે. આ ટુંકમાં થઈને મેરકવશીની, સગરામ સોનીની તથા કુમારપાળની ટુંકમાં જવાય છે.
નેમિનાથની તથા મેરકવશીની તથા સગરામ સનીની ભમતીની ફરતાં પથ્થરની જાળી શેઠ દેવચંદ લખમીચંદે જાતે કરાવેલી છે. તથા ઠીઓને રહેવાની ત્થા જાત્રાળુઓને રહેવાની ઓરડીઓ ઘણીખરી તેણે જાતેજ કરાવી છે. તે અંધ થયે તેપણ હાથ અટકાડી મજુરનું કામ બરાબર તપાસતા હતા ને કેઈ કામ બરાબર ન થાય તેને પાડી નાંખતે. તેમજ ગેળ ખવરાવી મજુરોને ખુશી રાખીને તેમની પાસેથી કામ લેતે.
અમીઝરા પાર્શ્વનાથ. આ ભરતક્ષેત્રમાં વર્તમાન કાળની વીશીમાં ત્રેવીસમા તીર્થકરનું નામ પાશ્વનાથ છે. તેમનું નામ અન્ય ધર્મના લેકમાં એટલું બધું પ્રખ્યાત છે કે તીર્થકરની કોઈ પણ મૂર્તિને તેઓ પાર્શ્વનાથ અથવા ગણિ ધર્મઘોષસૂરિના શિષ્ય યશોભદ્રસૂરિના શિષ્ય હતા. ધર્મષસૂરિ શીલભદ્રસૂરિના શિષ્ય હતા.