________________
( ૪ ). પારસનાથની મૂર્તિ કહે છે. વળી બંગાળામાં આવેલ સમેતશિખર નામને શ્રાવક લેકેને પવિત્ર પર્વત પણ પારસનાથને પર્વત એવા નામથી પ્રસિદ્ધ છે. જુદે જુદે ઠેકાણે પધરાવેલા પાર્શ્વનાથનાં જુદાં જુદાં નામ છે. જેમ પાટણમાં પંચાસરા પાર્શ્વનાથ છે. માંગરોળ બંદરમાં નવપલ્લવ પાર્શ્વનાથ છે. ઘંઘામાં નવખંડા પાર્શ્વનાથ છે. ભાવનગર તથા મુંબઈમાં ગોડીજી પાર્શ્વનાથ છે. ખંભાતમાં થંભણ (ત્તમન) પાર્શ્વનાથ છે. અમદાવાદમાં ચિંતામણિ પાર્થ નાથ છે. પોરબંદરની પાસે બડેચા પાર્શ્વનાથ છે. તેમજ અહીં નેમિનાથની મોટી ભમતીમાં એક ભેંયરું છે, તેમાં પધરાવેલા પાર્શ્વનાથને અમીઝરા પાર્શ્વનાથ કહે છે. તેનું કારણ એ છે કે તેમના શરીર ઉપર અમૃતનાં ટીપાં પુણ્યશાલી પુરૂષના જોવામાં આવે છે. આ ભેયરમાં પેસતાં સામે રહેનેમિ તથા નેમીશ્વરની પ્રતિમા છે. તેને જીવિતસ્વામીની મૂર્તિ કહે છે. દીવાની મદદથી ભયાની ડાબી બાજુએ જઈએ તે એક દ્વાર આવે છે. તેમાં થઈને એક નાના ઓરડામાં જવાય છે. તેમાં નીચેનાં ભેંયરામાં ઉતરવાના પગથીઆં છે. તે પગથી ઉતરીએ છીએ કે સન્મુખ અમીઝરા પાર્શ્વનાથની પ્રભાવિક મૂર્તિનાં દર્શન થાય છે. આ મૂર્તિ સંપ્રતિ રાજાની ભરાવેલી છે. તે તેને નખ ને ખંભાની પાછળના ટેકા ઉપરથી સિદ્ધ થાય છે. આ મૂર્તિની ડાબી બાજુએ ગુફામાં નેમિનાથની મૂર્તિ છે, તેમાં સંવત્ ૧૩૧૮ને લેખ છે. તે ઉપરથી માલમ પડે છે કે ખરતરગચ્છના શ્રી જનચંદ્રસૂરિએ તેની પ્રતિષ્ઠા