________________
(૩૩)
છે, ત્યાં આગળ ચડાની વાવ છે. તે સિદ્ધરાજની બંધાવેલી છે. ચડાની વાવની પાસે જ ગિરનાર ઉપર જવાને દરવાજો છે. ત્યાં પરદેશીને એક આનાની તથા લેકેને અર્ધા આનાની ટીકીટ અપાય છે. અસલ ખાંટ લેકે માત્ર પરદેશી જાત્રાળુ પાસેથી દર ગાડે અડધી કેરી તથા દામોદર કુંડે દર જાત્રાળુ દીઠ પાંચ દેકડા તથા તળેટીએ પણ પાંચ દેકડા ચાકીના લેતા. મુંબઈગરા રૂપીઆની પિચાર કેરી એટલે દેઢસો દેકડા ગણાય છે. કરીના ચાળીસ દોકડા ગણાય છે પણ ઘણું કરી બજાર ભાવ આડત્રીસ દેકડાને હોય છે. દરવાજાની અંદર ડાબી બાજુએ હનુમાનની અને બાવાની જગ્યા છે. ને જમણ બાજુએ વીશા શ્રીમાલી શ્રાવક લખમીચંદ પ્રાગજીની દેરી છે. તેમાં નેમિનાથનાં પગલાં છે. દાક્તર ત્રિભુવનદાસ મતીચંદની વખાણવા લાયક મહેનતથી ઉભી થયેલી ગીરનાર લેટરીની ઉપજમાંથી નવાં બંધાવેલાં પગથી ઉપર ચડીને રસ્તો કાપતાં આગળ યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ ને નકુલ એ પાંચ પાંડવોની દેરીઓ આવે છે. તેમાંની ચાર દેવીઓ ડાબી તરફ છે ને જમણી તરફ પાંચમી દેરીનું નિશાન છે. આગળ ચઢતાં ચુનાદેરી જમણી તરફ આવે છે. તે પછી છોડીઆ પરબ પણ જમણું તરફ આવે છે. તે જમીનની સપાટીથી આશરે ૪૮૦ ફીટ ઊંચું છે એમ બજેસ સાહેબ કહે છે. ત્યારપછી ડાબી તરફ વાલની આંબલી આવે છે. ત્યાં અસલ વાલ નામે એક ગાનારી બેસતી