________________
( ૩ર )
આગળ જતાં ડાબી બાજુએ નાગી માતાનું તથા મેના નામની તાયફાનું મકાન આવે છે ને જમણી બાજુએ શંકરનાં દેરાં છે. તેને લગતી જગાને ખાખરે કહે છે. ખાખરાની લગો લગ બ્રહ્મચારીની જગે છે તેમાં ત્રણ શિવ મંદીર છે, તે ગેમુખીના બાવા પૂર્ણાનંદના કબજામાં છે. ત્યાર પછી જડાસાને
કળે (વહેળો) અથવા સુવર્ણરેખા (સોનરેખ)નદી આવે છે. તેના ઉપર પુલ બાંધેલો છે. આગળ ચાલતાં બેરીઆમાંથી નીકળેલી લાખા મેડીનાં પથરાનાં કમાડ વિગેરે નિશાનીઓ એક ગોળકેટમાં જોવામાં આવે છે. પછી હુરબાઈને હકળે (કળે, વહેળો) આવે છે. આ કળામાં હરબાઈને છોકરો તણાઈને મૃત્યુ પામવાથી હરબાઈએ એ શ્રાપ દીધો છે કે તેમાં પાણી ટકે નહીં. તેના ઉપર પૂલ બાંધે છે, પછી એક વાવ આવે છે. તેને દીવાનની વાવ કહે છે. પંચેશ્વર પાસે પણ એક વાવ છે તેને પણ દીવાનની વાવ કહે છે. ત્યાંથી દુધેશ્વર જણાય છે. ત્યાર પછી ભલેશ્વર તથા મૃગીકુંડ જવાને રસ્તો ડાબી બાજુ નીકળે છે. ભલેશ્વરમાં શિલાદિત્યનો હાથી ભુવના લંકાર મરણ પામે છે એમ કહેવાય છે. પછી મુચકુંદાનંદની જો આવે છે, ત્યારપછી તલેટી આવે છે. ત્યાં મુંબઈવાળાશેઠ પ્રેમચંદ રાયચંદની વેતાંબરી જૈન ધર્મશાળા છે. તેમાં જૈન લેકનું દેરૂં છે તથા પછવાડેના ભાગમાં પ્રેમચંદજીનાં પગલાં છે. પ્રેમચંદ રાયચંદની ધર્મશાળાની પાસેજ લખતરના કામદાર સંઘવી ફુલચંદ ભાઈચંદની ધર્મશાળા છે. વેતાંબરી ધર્મશાળાની સામે દિગંબર જૈન લેકેનું દેરૂં તથા ધર્મશાળા