________________
છે. આગળ ચાલતાં વસ્તુપાલ તેજપાલની કરાવેલી મુ. દની ગુફા ને દેરું દેખાય છે. ત્યાં જવાને રસ્તે બતાવવા માટે એક પથરા ઉપર રાતા અક્ષરે નામ લખ્યું છે. આગળ ચાલતાં દામોદર કુંડ આવે છે, ત્યાં દીવાન સાહેબ હરીદાસ વિહારીદાસે બંધાવેલા મજબુત પુલ ઉપર થઈને દામોદરજીનાં મંદિરે તથા રેવતી કુંડે જવાય છે. રેવતી કુંડ ઉપર સં. ૧૪૭૩ ને શિલાલેખ છે. તેમાં નીચે પ્રમાણે રાજાઓના નામ અનુક્રમે આવે છે–મંડલીકવીજે. તેને દીકરે મહીપાળ, તેને દિીકરે ખેંગાર ૪ છે, તેને દીકરો જયસીંહ, તેને દીકરો મુનિસિહ, તેના દીકરા મંડળીક ને મેળક અને જયસિંહ મેળકને દીકરે.
રેવતી કુંડમાં માતાઓની મૂર્તિઓ જોવામાં આવે છે. પર્વ તરફ આવેલું દામોદરજીનું મંદિર ગિરનાર પર આવેલા નેમિનાથના તથા અંબાજીના મંદિર જેવું છે. એ ત્રણે મંદિર સંપ્રતિ રાજાએ બંધાવેલાં છે, એવી દંતકથા છે. દાદર કંડને વૈષ્ણવ ઘણું જ પવિત્ર માને છે. જુનાગઢના હિંદુઓ મુડદાને બાળીને દામોદર કુંડમાં નાહીને ભીને લુગડે શહેરમાં આવે છે. તે એારડીઓ મૂકી આગળ જતાં બાલા ગામવાળાને બંધાવેલે પાલીયાને એરડે તથા ચંદ્રાવન દેવચંદની વાવ આવે છે.
દામોદર કુંડ ર૭૫ ફુટ લાંબે ને ૫૦ ફુટ પહોળો છે. દામોદર કુંડની સામે મુસાફરોને બેસવાની ઓરડીઓ છે.