________________
( ૩ ) મઠ, ગુજરની ધર્મશાળા, આચારજીની જગા, બાવા પીયારાને મઠ, સનીની જગા, નાનકશાઈની જગા વગેરે છે. ગયા વાવ મુક્યા પછી રામઝરૂખો ને સલાટવાવ સામસામા આવે છે. પછી ડાબી બાજુએ સવરા મંડપ નામે ઢંઢની જગા આવે છે. તેમાં ગરેડા રહે છે. ત્યાંથી ઉપરકેટની એક બારી દેખાય છે, ત્યાંથી ગુનેગારોને નાંખી દેવામાં આવતા હતા એમ કહેવાય છે. વાઘેશ્વરી દરવાજા સામે મહમદ જમાદારને બાગ છે, તથા તળાવ છે. તેને વાઘેશ્વરીનું તળાવ કહે છે. સડકને રસ્તે આગળ જતાં જમણે હાથે પત્થરને બાંધેલે રસ્તે આવે છે ત્યાંથી વાઘેશ્વરીના દેવળમાં જવાય છે. તે દેવળથી મોટી વાઘેશ્વરી જવાને રસ્તે ડુંગર ઉપર જાય છે. મેટી વાઘેશ્વરીનું સ્થાનક એક મોટી શિલાએ કરેલી સિંદૂરની નિશાનીથી નજરે પડે છે. વાઘેશ્વરી આગળ રાત્રે ઘણીવાર દીપડો જોવામાં આવે છે. વાઘેશ્વરી જવાનો રસ્તો મૂકીને સીધી સડકે આગળ ચાલતાં જમણી બાજુએ એક ગોળ પત્થર ઉપર અશોક, સ્કંદગુપ્ત ને રૂદ્રદામાના લેબ છે. તેના રક્ષણને માટે છાપરું છે, અશોકના લેખ તથા વાઘેવરી જવા ના રસ્તાના નાકા વચ્ચે મકબુલ મીયાંને બાગ તથા નવાબ સાહેબનો બાગ ડાબી બાજુએ આવે છે. તે બાગ અસલ ફકીરા નામના ભીસ્તીને હતું. ત્યાં એક જુની વાવ છે. તેનું મુખ સડક તરફ છે, તે અમર નામની માલણે કરાવી છે. આગળ જતાં દામોદરજીની યાત્રા કરનારાઓને ટીકીટ આપવાની ઓરહી છે. ત્યાં પુલ છે તથા નીચાણમાં રાધાજીની એારડી