________________
( ૨૦ ) જેવા અનાજના ઠારે, અડીચડીની વાવ, ૧૭૧ ફુટ ઉડે અને ૨૩૦ પગથીઆવાળે સેંઘણ કૂ, રા. મહીપાલના દીકરા મંડલીકને સંવત્ ૧૫૦૭ ને લેખ, પાણીની ટાંકીઓ વિગેરે ઘણા જોવા લાયક છે. ઉપરકેટમાં ઈજીપ્ત દેશમાં સને ૧૫૩૩માં બનાવેલી લીલમ તાપ છે. તેની લંબાઈ ૧૭ ફીટ ને પરિધિ શા ફિટ ને વ્યાસ લ ઈંચ છે. વળી બીજી અલિબીઉહમઝાના નામવાળી ચુડાનાલ (કડાનાલ) નામની તેપ છે. તે ૧૩ ફીટ લાંબી ને ૧૪ ઇંચ વ્યાસ વાળી છે. ઉપરકેટમાં ત્રીજી તાપ હતી તેનું નામ મયંમ હતું તે દરિયામાં ઉડી ગઈ છે. એવી દંત કથા છે. મલેક ઈયાઝ જે ઇ. સ. ૧૫૨૫ માં જુનાગઢને થાણદાર હતા, તે ગુજરાતના સુબા બહાદુર શાહના હુકમથી તે તાપને દીવથી લાવ્યા હતા. લીલમ તેપના લેખ ઉપરથી જણાય છે કે તે સલીમખાના દીકરા સુલતાન સુલેમાનના રાજ્યમાં રહેનાર મહમદ હમઝાએ બનાવેલી છે. ઉપરકોટમાં વચોવચ મહમદ બેગડાએ બંધાવેલી એક મોટી મસીદ છે તે અસલ રા'ખેંગારને મહેલ અથવા દેવાલય હશે એમ લાગે છે. દીવાન હરીદાસે ઉપર કેટમાં ઘણી મરામત તથા સુધારે ર્યો છે. અહીં સીતાકનીએ પુષ્કળ છે.
ઉપરકેટ મુકી આગળ ચાલતાં છીનાલવાવ તથા ગોધાવાવ આવે છે. છીનવાળવાવ તથા ગેધાવાવની વચ્ચે પોરવાડનો
૧ ધણરાજની ઇડી ચીડી નામની બે દસ ઉપરથી.