________________
( ૨૬ ) કે કૃષ્ણદામોદરે જાલંધર દૈત્યની રૂપાળી સ્ત્રી તુલસીને ભ્રષ્ટ કરી તેના વાળની તુલસી બનાવી ભકત પુરૂષેમાં તેની પાવનતા પ્રખ્યાત કરી, માધવપુર, જ્યાં બલરામ બાંધવે સ્વપરાકમથી દુશ્મનના દળમાંથી રુકિમણુનું હરણ કરી તેનું કરપીડન કર્યું હતું; સેમિનાથ, જેને ઈ. સ. ૧૦૨૪ માં મહમદ ગીઝનીએ નાશ કર્યો, તથા જ્યાં મહાદેવના દ્વાદશ લિંગમાંનું એક લિંગ સર્વદા પ્રકાશે છે; પ્રાચીકુંડ, જ્યાં વૈષ્ણવ લેકે પાણી વડે પીપળાનું પૂજન કરી શ્રાદ્ધથી પિતૃવર્ગને તૃપ્ત કરી પ્રેતાદિને નસાડી મૂકે છે; ભદ્રાવતી, જે સૂર્યની પુત્રી કહેવાય છે અને નવીબંદર આગળ પિતાના પ્રિય પતિ સાગરને મળે છેગઢડા, જ્યાં અર્વાચીન સમયમાં સ્વામિનારાયણે પિતાની મુખ્ય ગાદી સ્થાપી છે; સિદ્ધાચલ, જે સ્વર્ગ પુરીની શોભાથી પરિપૂર્ણ છે, તથા જ્યાં નેમિનાથ શિવાયના ત્રેવીસ જીનેશ્વરનું આગમન થયું હતું, ઈત્યાદિ અનેક તીર્થ રૂપી અલંકારોથી સુશોભિત થયેલા સૌરાષ્ટ્ર દેશમાં સર્વ માનને મેક્ષનગરનો માર્ગ બતાવી સંસાર સમુદ્રમાંથી
* દશ અવતાર-૧. મત્સ્ય. ૨. કૂર્મ. ૩. વરાહ. ૪. નરસિંહ ૫. વામને. . પરશુરામ. ૭. રામચંદ્ર. ૮. કૃષ્ણ. ૯ બુદ્ધ. ૧૦. કક્કી.
+ ૧૨ શિવલિંગનાં નામ-મહાકાલ (ઉજન ), કેદારેશ ( હિમાલય) વિશ્વેશ્વર (કાશી), સોમનાથ (પાટણ), ડેકારેશ્વર (નર્મદા), યંબકેશ્વર (નર્મદા), વૈદ્યનાથ (દેવગઢ), ભીમશંકર (રાજમહેંદ્રિ), અમરેશ્વર (ઉજન), રામેશ્વર (મદુરા), મલિકાન (તેલંગણ) અને ગૌતમેશ.