________________
( ૨ ) કેમકે ગીરનાર પરના ગઢમાં સંપ્રતિ રાજાના નામથી જે દેવળ અત્યારે ઓળખાય છે તેની તથા શહેરમાંથી ગીરનાર આવતાં રસ્તામાં દામોદરકુંડ ઉપર જે દેરાસરજી હાલ મેજુદા છે તેની બાંધણું એક બીજાને મળતી આવે છે.
આ સંપ્રતિ રાજાએ પાંચ દેવળો બંધાવેલાં. જેમાં (૧) ગીરનારજીના ગઢમાં તેમના નામથી ઓળખાય છે તે તથા (૨) અંબાજીનું તથા (૩) દામોદર કુંડ ઉપરનું (૪) તળ જુનાગઢમાં માહીગઢેચીનું તથા (૫) કસાઈવાડમાં જુની સંગીવાવ પાસેની મસીદ જયાં છે ત્યાં બંધાવ્યાની હકીક્ત નીકળે છે.
હાલ જુનાગઢમાં દેરાસરજીમાં મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની જે પ્રતિમા છે તે સંવત ૧૮૭ ના અરસામાં માહીગઢેચી (જેને હાલ બાર સૈયદની જગ્યા કહે છે) ત્યાંથી નીકળ્યા હતા.
ગોમેધ યક્ષના દેરાસરજીના સંબંધમાં તેનું અપભ્રંશ નામ થઈ તે જગ્યાને લેકે હાલ ગઉમુખીની જગ્યા કહે છે. અને તેમ થવાનું એમ પણ અનુમાન થાય છે કે ત્યાં કુંડ છે. તેમાં ગાયના મુખમાંથી ઝરણુ આવે છે. (જેની પાસે હજુ પણ વીશ તીર્થકરનાં પગલાં છે અને દરેક પગલાંની જેડ પાસે અરિહંતનું નામ બાળબેધમાં કેતરેલું છે) તે ઉપરથી તેમ થયું હોય એમ પણ અનુમાન થાય છે.