________________
( ૨૦ ) સ્થિત જોઈ જ્ઞાની અને શુભ ધ્યાની મુનિ બેલ્યા હે ભદ્ર! આ ભવને વિષે તારા ઉગ્ર પાપ ફળીભૂત થયાં છે. વળી તું ભવિષ્યમાં પણ દુર્ગતિ પામીશ. માટે દયા ધર્મ અંગીકાર કર. સર્વ જીવની ક્ષમા માગી તેની સાથે મિત્રાચારી કર. ને શ્રી રેવતાચળનું ધ્યાન ધર. અખિલ અદ્ધિના આપનાર, પાપ તાપને કાપનાર ને ચેસઠ ઇંદ્રના પૂજ્ય જગદીપક જિનરાજ શ્રી નેમીશ્વર મહાદેવનું સ્મરણ કર
એવી વાચાથી જેની પીડા વિનાશ પામી છે એ ગોમેધ બ્રાહ્મણ ત્રિલોકનાનાથની સ્તવના કરતાં કાલધર્મ પામી ક્ષણ માત્રમાં છ હાથ ને ત્રણ મુખવાળો ગોમેધ નામે યક્ષેશ્વર થયા. જેની ત્રણ વામ ભૂજાઓએ શંકુ ત્રિશૂળ ને નકુલ છે. તથા ત્રણ દક્ષિણ ભુજાઓએ ચક્ર, પશુ ને બીજેરૂં છે. તથા જેને મનુષ્યનું આસન છે. એ ગોમેધ યક્ષેશ્વર સહ પરીવાર શ્રી રૈવતાચલે જઈ અંબિકાની પેરે કલેક ભાસ્કર શ્રી નેમિનાથને નમતે તથા તેના ઉપકારનું સ્મરણ કરતા સમવસરણની પરિષદમાં આવી બેઠા. ત્યાં પ્રતિબંધ પામીને ઈંદ્રના કહેવાથી સદાચારકાસારહંસ સદા સેવ્ય શ્રી અરિષ્ટનેમિના શાસ. નને વિષે હીતને કરનાર અધિષ્ઠાયિક અમર થયે. ઉપર મુજબ આ તીર્થના રક્ષકપણું સંબંધી હકીકત છે –
૧. ગીરનારજી ઉપર અંબિકાજીનું દેવળ સૌથી ઉંચા સુવાળા શીખર ઉપર આવેલું છે. આ દેવળની બાંધણી ઉપરથી સંપ્રતિ રાજાએ બંધાવેલું હોય એમ અનુમાન થાય છે.