________________
| ( ૧૮ ) કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું, તેથી તેમની સભામાં જઈને વિરાજ અને ધર્મવાણીનું અમૃતપાન કર્યું. નેમિનાથ પ્રભુની વાણું સાંભળી, વરદત્ત રાજાએ બે હજાર સેવકોની સાથે દિક્ષા લીધી અને દશ ગણધરેમાં મુખ્ય ગણધર પદવી પામ્યા. યક્ષિણિ નામે રાજાની પુત્રિએ બીજી સ્ત્રીઓ સાથે દિક્ષા લીધી. દશાહ, ભેજ, કૃષ્ણ અને બળભદ્ર પ્રમુખ શ્રાવકે થયા અને તેમની સ્ત્રીઓ શ્રાવિકા થઈ. એ પ્રમાણે શ્રી નેમિપ્રભુને ચતુર્વિધ સંઘ સ્થપાયે. ત્યારબાદ પ્રભુના મુખથી જ અંબિકાનું ચરિત્ર સાંભળી અતિ ભકિતવાળા ઇંદ્ર મહારાજે બીજા દેવતાઓના આગ્રહથી તે અંબિકાને શ્રી નેમીશ્વર પ્રભુના શાસનમાં વિઘોનો નાશ કરનારી શાસનદેવી ઠરાવી અને ગોમેધ યક્ષને અધિષ્ઠાયિક દેવ ઠરાવ્યું. આ ગેમેધ યક્ષને પરિચય. .
સુગ્રામ નામે નગરમાં ગોતમ ગોત્રને ગમેધ નામે બ્રાહ્મણ હતે. તે ગોમેધ યજ્ઞને કરનાર ને લાખ બ્રાહ્મણને અધિપતિ હતો. યજ્ઞ કરવાથી તેણે અત્યંત પાપ ઉપાર્જન કર્યું તેથી તેના પત્ની પુત્રાદિક સગાં વહાલાં પંચત્વને પ્રાપ્ત થયાં. કાળે કરીને કઢના રોગથી ગોમેધ બ્રાહ્મણ એકદા માર્ગમાં લેટતે હતા તેવામાં એક શાંત મૂર્તિ મુનિનાં દર્શન તેને થયાં. ગાત્ર સર્વે ગળી ગયાં છે, શિથિલ શરીરમાંથી પરૂ વહી રહ્યું છે, લાળ ટપક્યા કરે છે, તથા દુધને લીધે ઘણી મક્ષીકાઓ ગણગણાટ કરતી તેને વીંટળાઈ વળી છે. તેની આવી