________________
( ૧૮ ). કરી પુત્રને કટી ઉપર અને બીજાને હાથમાં લઈ અંબિકા બને મુનિ અને ગિરિરાજનું ચિત્તમાં સ્મરણ કરી ઘરમાંથી બહાર નિકળી. રસ્તામાં જતાં બાળપુત્ર કેડેતેડેલ હતું તે રેવા લાગે અને પાણી પાણી કહી પિકાર કરવા લાગે, તેવામાં બીજે પુત્ર બે કે હે માતા ! મને ભેજન આપ. આ પ્રમાણે અંબિકા ચિંતામાં હતાં, તેવામાં એક સરોવર અને આમ્રવૃક્ષ દીઠું તેમાંથી પાણી લઈ આમ્રફળ છોકરાંઓને ખવરાવ્યાં.
મુનિદાન આપવાથી સોમભટ્ટના ઘરમાં દીવ્ય વૃષ્ટિ થઈ તે તેની સાસુએ ઘરમાં આવીને જોયું કે તુરત તેણે સોમભટ્ટને સૂચના કરી કે હે પુત્રતે વધુને જલદી લઈ આવ. આ પ્રમાણે માતાના શબ્દને માન આપી સોમદેવ અંબિકાને પગલે પગલે ચાલ્યા, અને વનમાં તેણે બે પુત્રો સહિત અંબિકાને જોઈ બોલ્યા કેહે સ્ત્રી! તું ઉભી રહે-હું આવું છું. અંબિકાએ સેમભટ્ટને પોતાની પછવાડે આવતે જોઈ વિચાર કર્યો કે તે ક્રોધ કરીને મારી ઉપર આવે છે માટે હું કેનું શરણું લઉં? તે કૂર પુરૂષ મારી કદર્થના કરી અને મારે તે પહેલાં હું મારા પ્રાણને સ્વેચ્છાથી છોડી દઉં. એમ વિચાર કરી જીનેશ્વરના ચરણકમળમાં પિતાનું ચિત્ત જેડી બે પુત્રોની સાથે સાહસ કરી કુવામાં ઝુંપાપાત કર્યો અને તરત મનુષ્ય દેહ છેડી વ્યંતર દેવને સેવવા યોગ્ય દેવી થઈ. તેના પતિએ આ બનાવ જોઈ ઘણે ખેદ કર્યો અને તેણે પણ તેજ કુવામાં ઝંપાપાત કર્યો. અંબિકા, દેવ ભવમાં તરત ઉત્પન્ન થઈ અને રેવતાચળે વિમાનમાં બેસીને આવી. આ સમયમાં ભગવંત અરિષ્ટનેમિને