________________
( ૧૭ ) કરવાની મનમાં ઈચ્છા થઈ અને હાથમાં અન્ન લઈને ભકિતથી મુનિરાજને કહેવા લાગી કે, હે મુનિરાજ! તમે મારા પૂર્વના સુકતથી અત્રે પધાર્યા છે તે આ અન્ન ગ્રહણ કરે, જેથી હું પવિત્ર પુણ્યવતી થાઉં. મુનિઓએ પાત્ર ધર્યું, અંબિકાએ હર્ષથી અન્ન વહરાવ્યું. મુનિઓએ ધર્મલાભ દીધું અને પછી ઘરમાંથી ચાલ્યા, આ અન્ન-દાન દેતાં તેમની પાડોસણે જોયું અને તે પિતાના ઘરમાંથી નીકળી મોટું વાંકે કરી ક્રોધાત થઈને અંબિકાને કહેવા લાગી કે યજ્ઞને હત્યા કર્યા વિના વગર વિચાર્યું શ્રમણને ભિક્ષા કેમ આપી? (પૂર્વજને ભૂદેવને પિંડ પહોંચ્યા પહેલાં આ શું કર્યું?) એમ બોલતી તે પાડાસણ તેની સાસુને બેલાવવા ગઈ. સાસુએ આવીને કહ્યું કે દયા ચિતવી તે જે મુનિને દાન આપ્યું તે સારું કર્યું નથી. હું બેઠાં તારી સત્તા કેમ ચાલે? તેવામાં અસામ્ય વૃત્તિવાળ સમભટ્ટ પણ બ્રાહ્મણને બોલાવી ઘેર આવ્યું. તેણે પિતાની માતા તથા પાડોસણની વાત સાંભળી પિતાની સ્ત્રી અંબિકા ઉપર ગુસ્સો કર્યો, તેથી તે પિતાના બે પુત્રો (અંબર ને શંબર)ને લઈને ઘરમાંથી ચાલી નીકળી. મેં કદી પતિની આજ્ઞા લેપી નથી અને આજે પવિત્ર પર્વને દિવસ જાણે મુનિને સર્વના કલ્યાણના માટે મેં દાન આપ્યું છે. તે છતાં તેઓ મને ફેગટ હેરાન કરે છે, તેથી હું રેવતાચળ પર જઈ શ્રી જીનેશ્વર દેવનું આલંબન લઈ મારા કુકર્મની હાનીને માટે તપસ્યા કરૂં. આવો પિતાના અંતરમાં વિચાર