________________
(૧૬) તીર્થ અધિષ્ઠાયિકા શ્રી અંબિકાનું તથા ગોમેધ યક્ષનું
સંક્ષિપ્ત વર્ણન. આ તીર્થની રક્ષક (અધિષ્ઠાયિકા) અંબિકા દેવી છે, તે વિશ્વને નાશ કરનારી છે. કામધેનુ જેવી લોકોને ખરેખરી અંબા (માતા) તુલ્ય છે અને શ્રેષ્ઠ આમ્રફળની લુમ્બી તેમણે હાથમાં ધારણ કરેલી છે. તેવી યોગેશ્વરી અંબા દેવી સૈને સુખરૂપ થાઓ. સૈરાષ્ટ્ર દેશમાં જુનાગઢથી ડેક દૂર વેરા વળ થઈને ઉને જતાં રસ્તામાં કેડીનાર ગામ આવેલું છે, તે ગામમાં દુરદેવભટ્ટ નામે એક બ્રાહ્મણ રહેતું હતું. તે વિદ્વાન હતો અને તેને દેવલા નામે સ્ત્રી હતી. તેનાથી સમભટ્ટ નામે એક પુત્ર થયા હતા, તે પુત્રને શીલ ધર્મને આરાધનારી પતિના સુખનું સ્થાન અને અસત્યને છાંડનારી અંબિકા નામે સ્ત્રી હતી. દુરદેવભટ્ટ સ્વર્ગમાં ગયા પછી સમભટે જૈન ધર્મ તજી દીધું હતું; પણ ઉદાર બુદ્ધિવાળા અંબિકા પિતાના પતિની સંગતિથી ભદ્રિક ભાવને ધારણ કરવા લાગ્યા. એક પ્રસંગે દુરદેવભટ્ટને સંવત્સરીને દિવસ આવ્યો. તે દિવસે માસ ઉપવાસ પૂરા થયેલ બે મુનિ સોમભટ્ટને ઘેર પારણું નિમિત્તે વહેરવા આવી ચડયા. કર્મરૂપી મહાગની ચિકિત્સા કરવાથી અશ્વની કુમાર જેવા અને ગુરૂ અને બુધની જેમ પંડિતને સેવવા યોગ્ય એવા તે બે મુનિઓને જોઈ અંબિકા હર્ષ પામી. અને પિતાના અગણ્ય પુણ્યથી પિતાના ઘર આંગણે આ બે મુનિઓને પધારેલા જોઈને મુનિઓને પ્રતિલાભિત