________________
(૧૫) આ દેશસરજીની પ્રતિષ્ઠા સંવત ૧૫૧૧માં જનહ સૂરિએ કરેલી છે.
શ્રી રહનેમિળનું દેરાસરજી ત્યાંથી આગળ ચાલતાં ગૈામુખીની જગ્યા આવે છે. તે જગ્યામાં ચાવીસ ભગવાનના પગલાં છે, આ જગ્યા પાસે બે રસ્તા છે, એક સેસાવન તરફ જવાને અને એક અંબાજી તરફ જવાન. તે અંબાજી વાળે રસ્તે જતાં આ દેરાસરજી આવે છે. આ દેરાસરજીમાં મૂળ નાયક શ્રી રહનેમિજી છે.
અંબાજીથી પાંચમી ટુંક. ત્યાંથી આગળ ચાલતાં સંઘવીના સાચા કાકાની જગ્યા રસ્તા ઉપર આવે છે. ત્યાંથી આગળ ચાલતાં અંબાજીનું દેરાસરજી ત્યાંથી નીચે ઉતરતાં ત્રીજી ટુંક આવે છે, ત્યાં તેમનાથજીના પગલાંની દેરી અને ચોથી ટુંકે કાળી શીલામાં નેમનાથજી મહારાજની પ્રતિમાજી કતરેલાં છે અને એક શીલા ઉપર પગલાં છે. ત્યાં સંવત્ ૧૨૪૪ નો લેખ છે. ત્યાંથી આગળ ચાલતાં પાંચમી ટૂંક આવે છે. ત્યાં દેશમાં શ્રી નેમિનાથજીના પગલાં છે અને પાછળ કતરેલી મૂર્તિ છે.