________________
( ૧૪ )
રસ્તે થઈને જતાં ગઢના બીજ દરવાજો આવે છે. અહીં ગીરનારજીનું દરીયાની સપાટીથી ૩૧૦૦ પ્રીટની ઉંચાઇનું લેવલ એક પથ્થરમાં કોતરેલું છે. અને ત્યાં પગથીયાંની સંખ્યા ૪૦૦૦ ની થાય છે.
શ્રી શાન્તિનાથજીનું દેરાસર.
આગળ ચાલતાં રસ્તાની ડાબી તરફ આ દેરાસરજી આવે છે. તેમાં મુળનાયક શ્રી શાન્તિનાથજી મહારાજ છે. આ દેરાસર માંગરોળ વાળા શેઠ ધરમસી હેમચંદના નામથી ઓળખાય છે.
શ્રી રાજુલા માતાની ગુફા.
રસ્તાની જમણી ખાજી આ ગુફા આવે છે, તેમાં શ્રી રાજુલા માતાજીની તથા રહનેમિજીની મૂર્તિ છે,
જોરાવરમલવાળુ` દેરાસરજી.
રસ્તાની જમણી બાજુ આ દેરાસરજી છે. આ દેરાસરજીની બાજુમાં દીગબરી દેરાસરજી આવેલુ છે. આ દેરાસરજીમાં મૂળ નાયક શ્રી શાન્તિનાથજી છે. આ દેરાસરને ક્રતુ કમ્પાઉન્ડ છે.
શ્રી ચામુખજી દેરાસરજી,
ત્યાંથી આગળ જતાં રસ્તાની જમણી બાજુ આ ચામુપ્રજીનું દેરાસરજી આવે છે તેને ફરતુ કમ્પાઉન્ડ છે.