________________
( ૧૨ ) રાજા થયા. આર્ય સુહસ્તિસૂરિના ઉપદેશથી જૈન ધર્મ ગ્રહણ કરી તેમણે સવાલક્ષ દેવાલયે નવા કરાવ્યાં, સવા કેટી અર્વત્ પ્રતિમા ભરાવી, પંચાણું સહસ્ત્ર ધાતુના બિબ ભરાવ્યાં. તેમણે આ ટુંક બંધાવી જેમાં હાલ એક દેરાસરજી મેજુદ છે. ભમતીને નાશ થઈ ગયાનું જણાય છે.
આ દેરાસરની અંદર તથા બહારના ભાગનું કારીગરી કામ ખાસ જોવાલાયક છે.
જ્ઞાનવાવવાળું મુખજીનું દેરાસરજી..
સંપ્રતિ રાજાની ટુંકની ઉત્તરે જ્ઞાનવાવ તથા તેની બાજુમાં એક દેરાસરજી છે. તેમાં મુળનાયક શ્રી સંભવનાથછનું ચોમુખજીવાળું દેરાસર છે.
ઉપર મુજબની ટુંકે ગઢ (કીલ્લા) ની અંદર છે. હાથીપગલાવાળું ચંદ્રપ્રભુજીનું દેરાસરજી.
ગઢની પશ્ચિમ દિવાલમાં એક બારી છે, આ બારીને રસ્તે કુમારપાળની ટુંક અને સીગરામ સોનીવાળી ટુંક વચ્ચે છે. ત્યાંથી બહાર જતાં હાથીપગલામુડે જવાની રસ્તાની બજામાં આ દેરાસરજી છે. તેમાં મુળનાયકજી ચંદ્રપ્રભુજી વિરાજે છે. ગઢ બહારના પૂર્વાદિ તરફના રસ્તા ઉપર
પડતાં દેરાસરજી. શ્રી સંપ્રતિ રાજા અને વસ્તુપાળ-તેજપાળની ટુંક વચ્ચેના