________________
( ૧૧ )
કુમારપાળની કે.
પાંચ કીડીને ફુલડે પામ્યા દેશ અઢાર, કુમારપાળ રાજા થયા વર્ષે જે જે કાર.
આ કુમારપાળ સને ૧૧૪૩ થી સને ૧૧૭૪ સુધીમાં ગુજરાતના રાજા હતા તેમના નામથી આ ટુંક આળખાય છે. તેમાં મુળ દેરાસરજીમાં શ્રી અભિનંદન સ્વામી વિરાજે છે. આ દેરાસરના બહારના રંગમડપ મોટા અને જોવાલાયક છે. ફરતી ભમતી હાય એવાં નિશાના જોવામાં આવે છે, પણ હાલ સમતી નથી.
આ ટુંકના કમ્પાઉંડમાં ગીચા છે અને અગીચાની બાજુમાં દેડકી વાવ છે. આ વાવના પાણીના ઉપયાગ પૂજામાં પખાલના પાણી તરીકે થાય છે.
આ ટુંકના ઉત્તર તરફના કીલ્લામાં એક ખારી છે તે ખારીએથી ભીમકુંડમાંથી પાણી લાવવા માટે જવાય છે.
આ ભીમકુંડ ઉપરની પૂર્વાદ દીવાલમાં ગુલરના ઝાડ નીચે ભીમકુંડના રીપેર કરાવવા બાબતના સંવત ૧૬૮૫ ના લેખ છે.
વસ્તુપાલ તેજપાલની કે.
શ્રી નેમનાથજીની ટુંકની સામે પૂર્વાદી ખાજુમાં અને માનસંગ ભાજરાજની ટુંકની બાજુમાં આ ટુંક આવેલી છે.