________________
( ૧૦ ) સિદ્ધરાજે નહિ લેવાથી ટપના પૈસાને ઉપયોગ આ ટૂંક પાછળ કર્યાનું કહેવાય છે. | મુળ દેરાસરજીમાં સહસ્ત્રફણા પાર્શ્વનાથજી છે. ફરતી ભમતી છે. દક્ષિણ તરફમાં અષ્ટાપદજીનું દેરાસરજી છે અને ઉત્તરની ભમતીમાં ચામુખજીનું દેરાસરજી છે. આ ટુંકના રંગમંડપમાં તેમજ દેરાસરોના અંદરના ભાગની ભમતીમાં કોતર કામ ઘણુંજ સુંદર અને જોવાલાયક છે.
આ ટુંકમાં પ્રભુજીની પૂજાના પાણીનું એક ટાંકે છે. તેમાંથી પખાલનું પાણી લેવાય છે.
સગરામ સેનીવાળી ટુંક મેલકવણીની ટુંકમાંથી બહાર આવતાં ઉત્તરાદિ તરફ આ ટુંક આવેલી જેવાય છે.
આ ટુંકમાં દેરાસરજીમાં સહસ્ત્રફણા પાશ્વનાથજી બીરાજે છે, આ દેરાસરજી ઘણું જ સરસ છે. રંગમંડપની શોભા રમણીય છે. બે માળનું છે. ઉપરમાં બેસવાની ગોઠવણ પણ છે. ફરતી ભમતી છે. ભમતીમાં ત્રણ દેરાસરજી છે, ગીરનારજી ઉપરના સઘળા દેરાસરમાં આ દેરાસરજી સૌથી ઉંચામાં ઉંચું છે.
આ સીગરામ સેની બાદશાહ અકબરના વખતમાં થયેલે ઈતિહાસ ઉપરથી માલુમ પડે છે.