________________
લેયરૂં આવેલું છે. તે ભેંયરામાં જતાં પ્રથમ સમ્મુખ જીવિત સ્વામીજીની પ્રતિમાના દર્શન થાય છે.
અમીઝર પાશ્વનાથજીની સ્તુતિ– नागेन्द्रनिर्मितफणाग्नितमौलीपार्श्वः यात्रोत्युपासकसुरा मुरनाथपार्श्वः । यत्तीर्थरक्षणपहो वियतोऽस्ति पार्श्वः श्रीपत्तनाधिपतिरस्तु सुखाय पार्थः ।।
મુળનાયકજીના દેરાસરમાં દાખલ થતાં ડાબી બાજુ શ્રી નેમનાથજીના પગલાની દેરી તેમજ દ્વારની જમણ બાજુમાં શ્રી નેમિનાથ પ્રભુની અધિષ્ઠાયિકા અંબિકા દેવીની મૂર્તિ એક દેરીમાં છે.
મેલકવશીની ટુંક. શ્રી નેમિનાથજીની ટૂંકમાં થઈને મેલકવશીની સ્કમાં જવાય છે. સદરહુ ટુંકમાં દાખલ થતાં પહેલાં ડાબા હાથ તરફ પંચમેરૂનું દેરાસર તથા જમણા હાથ તરફ અદબદજીનું દેરાસરજી છે, ત્યાંથી ટુંકમાં દાખલ થવાય છે.
આ ટુંક સિદ્ધરાજના મંત્રી સજજને (આ તીર્થના જીર્ણોદ્ધારમાં પૈસા રાજ્યની ઉપજના વાપરેલા હતા તે ભરી આપવા માટે ટીપ કરેલી) ટીપ કરેલી પણ સદરહુ રૂપૈયા