________________
( ૬ )
સુધ્ય ભાગમાં પુરાણિક ઉપરકોટ નામના કિલ્લો છે. તે કિલ્લા નજીક જૈન દેરાસરો અને દેરાસર લગતી જ ધર્મશાળાઓ આવેલી છે. જ્યાં ઉત્તરવા રહેવા વિગેરેની તમામ પ્રકારની સગવડતા છે, તેમજ આ તીર્થની પેઢી પણ દેરાસરની ખાજીમાં જ છે. તે પેઢીના વહીવટ શેઠ દેવચંદ લખમીચંદના નામથી ચાલે છે.
સદરહુ ધર્મશાળામાં વિશ્રાન્તિ લઇ વાહનાથી ડુંગરની તળેટી સુધી જવાય છે અને તળેટીમાં ધર્મશાળા તથા દેરાસર છે. આ તળેટી એ માઇલ શહેરથી દુર છે.
તળેટીમાં યાત્રાળુઓને ઉતરવાની ધર્મશાળા છે. ત્યાં ઠામ, વાસણ તથા પાગરણ રહે છે અને પેઢી તરફથી યાત્રાએ આવનારને ભાતુ અપાય છે. એક દેવાલય છે. આ ઉપરાંત
આ કમિટી મારફતે શ્રી ગિરિરાજની યાત્રા કરીને આવતા યાત્રિકોને જમાડવા માટેના રસાડાનું વિશાળ મકાન છે, ત્યાં જમાડવામાં આવે છે અને મકાનમાં ઉતરવા સુવાની બધી જાતની સગવડતા છે.
તળેટીથી ગિરિરાજ ઉપર ચડવાનું શરૂ થાય છે. રસ્તા કાળા પત્થરનાં પગથીયાંના છે, એટલે સહેલાઇથી ચડી શકાય તેવું છે. ચડાવ પહેલી ટુંક સુધી એ માઇલના છે.
રસ્તામાં વિશ્રામસ્થાના (વિસામા ) તથા પાણીનાં પરખે છે. આ સધી સ્થળવારનાં નામ અને હકીકત પ્રથમના રીપોર્ટ માં વણ વેલ છે.