________________
આ જીર્ણોદ્ધારનું કાર્ય થયું છે અને થાય છે તેનાં બે રીપેટે પણ સં. ૧૯૭૯ થી ૧૯૮૨ સુધીના હાર પડેલ છે. તે વાંચવા અમારી ખાસ ભલામણ છે.
ગિરિરાજને પ્રભાવ-તીર્થયાત્રાને ઉદેશ.
ગીરનાર (રૈવતાચળ) એ સિદ્ધગિરિનું પાંચમું શિખર છે અને તે નામથી ઓળખાય છે. તે સર્વે મનુષ્યને સેવા કરવા લાયક સર્વ પર્વતના આભૂષણ રૂપ, અને પોતાની સેવા કરનાર જનોના દુ:ખને હરનાર એ આ ગિરિરાજ જયવંત વર્તે છે. ત્યાં ઉચિત દાન કે અનુકંપાદાનથી ભક્તિ કરી હોય તે તે આ લોક અને પરલોકમાં મને વાંછિત ફળને આપનાર થાય છે. આ ગિરિરાજના સ્મરણથી સર્વે દુખે નાશ પામે છે, દર્શનથી આહાદ ઉત્પન્ન થાય છે અને સ્પર્શ કરવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.
આ તીર્થ સંબંધી મુખ્ય મુખ્ય સ્થળની ટુંકે હકીકત અને જવા-આવવા સંબંધી
રસ્તાઓનું સંક્ષેપમાં વર્ણન. ગિરિરાજ ઉપરના દર્શનીય દેવાલયે ગુહ્ય ગુફાઓ, અસલીશીલાલેખો, ચમત્કારીક ઔષધીઓ, સુવર્ણરજ ઈત્યાદિ વસ્તુઓ જ્યાં જોવામાં આવે છે એ આ ગીરનારગિરિ સરાષ્ટ્ર દેશમાં જુનાગઢ શહેર પાસે આવેલ છે. જુનાગઢ એ રેલ્વે સ્ટેશન છે. સ્ટેશનથી નજીકમાં જ શહેર છે. શહેરની