________________
સ્કંદગુપ્તના લેખનું ભાષાંતર.
જેણે બલિરાજા પાસેથી પોતાના પ્રીતિપાત્ર ભકતેને ભેગવવા યોગ્ય ઘણા કાળથી સંગ્રહ કરેલી સમૃદ્ધિને ઇંદ્રના સુખને માટે હરી લીધી છે, ને જે કમળમાં રહેનારી લક્ષમીનું વાસગ્રહ છે તે અતિશય વિજયી તથા દુઃખ હરનાર વિષ્ણુને જય થાઓ. તે પછી રાજાઓને ઘટે તેવા ગુણનો ભંડાર, શેભાયમાન વક્ષસ્થળ વાળે, જેણે પોતાની ભુજાવડે પરાક્રમ કરેલાં છે તથા જે પુષ્કળ લહમીવાન છે તે સ્કંદગુપ્તને જય થાઓ, તે સ્કંદગુપ્ત માન અને ગર્વરૂપી ફૂલેલી ફણાવાળા નૃપરૂપી સપને ગરૂડની ખાણ સમાન તથા તેમનું વિષ ઉતારનાર છે. તેણે પોતાના પિતાના દેવલેક પામ્યા પછી ચાર સમુદ્રમાં ઉત્પન્ન થયેલાં રત્નથી ભરપૂર એવી ચતરફ વસેલા દેશવાળી પૃથ્વીને તાબે કરો શત્રુઓને નમાવ્યા. એ રાજાને યશ પ્રસરતી વેળાએ જેમને ગર્વ મૂળથી ગયા હતા તેવા પ્લેચ્છ દેશમાં વસનાર તેના શત્રુઓ જતાયેલ જેવાજ હતા અને લજજાને લીધે તેઓ પોતાનાં મુખ રાજાને દેખાડી શકતા નહોતા. લક્ષમીએ ડહાપણુથી વિચારીને તથા ગુણદેષનાં કારણે ધ્યાનમાં લઈને સર્વ રાજકુમારોને અનાદર કરી સ્વયંવરમાં સ્કંદગુપ્તને પસંદ કર્યો. તેની પ્રજામાં કઈપણ ધર્મના માર્ગે ચાલનાર,
મી, દરિદ્રી, દંભી, લેભી, દંડગ્ય કે પીડિત નહેતું. એમ તેણે સઘળી પૃથ્વીને જીતીને શત્રુઓને ગર્વ ભંગ કરી તથા સર્વ ૧૫