________________
(૨૨૩ ).
શુભ કર્તવ્ય છે એમ બાપે, દીકરાએ, ભાઈઓ, મિત્ર, એાળખીતા માણસે, જાતિભાઈઓ તથા પાડોશીએ પણ કહેવું. આ પ્રમાણે જે કરે છે તે આ જગતમાં સર્વની પ્રીતિને પાત્ર થાય છે તથા પરલેકમાં પણ અનંત પુણ્યનું ફળ ભેગવે છે.
શાસન–૧૨, દેવપ્રિય પ્રિયદર્શી રાજા સર્વ સંપ્રદાયના ભિક્ષુકમંડળ તથા ગૃડથુનો દાન માનાદિથી સત્કાર કરે છે. દેવપ્રિય પ્રિયદશી રાજા એમ માને છે કે, જે દાન કે પૂજાથી સર્વ સંપ્રદાયની યશવૃદ્ધિ થાય તેના જેવું બીજું કે દાન કે પૂજા નથી. સંપ્રદાયનું બળ અનેક રીતે વધી શકે છે. પણ સંપ્રદાયના ઉદયનું મૂળ તે એજ છે કે વાચા નિયમમાં રાખવી; કારણ કે તેથી પિતાના સંપ્રદાયની પ્રશંસા અથવા પર સંપ્રદાયની નિંદા ન થાય, તથા પ્રસંગ વિનાનું હલકું ભાષણ ન થાય. પ્રસંગ આવે ત્યારે એક સંપ્રદાયવાળા મનુષ્યએ બીજા સંપ્રદાયવાળાને માન આપવું. જેઓ પ્રસંગે એક બીજાના સંપ્રદાયને ઉત્તેજન આપે છે તેઓ પિતાના સંપ્રદાયને વધારે છે, ને પર સંપ્રદાયને ઉપકાર કરે છે. જે આથી વિરૂદ્ધ વર્તે છે તે પિતાના સંપ્રદાયને ક્ષય કરે છે, તથા પર સંપ્રદાયને અપકાર કરે છે. તથા હું મારા સંપ્રદાયની ઉન્નતિ કરૂં છું એમ સમજી જે પિતાના સંપ્રદાયની કેવળ સ્તુતિ કરે છે તે પણ પિતાના સંપ્રદાયને અત્યંત નાશ કરે છે. માટે સર્વ સંપ્રદાયવાળાએ હળી મળીને રહેવું એ સારું છે. તેઓ એકબીજાના