________________
(૨૨૧ ) થાય તથા તેમને સુવર્ણની બક્ષીસ આપી શકાય. પિતાના દેશના લેકેની મુલાકાત લઈ શકાય. ધર્મને બેધ આપી શકાય. તથા તે વિષે પુછપરછ થઈ શકે. પોતાને અગાઉ વિચાર ફેરવીને ધર્મયાત્રા સ્વીકારી તેથી દેવપ્રિય પ્રિયદર્શી રાજા પિતે ઘણા રાજી થયા છે.
શાસન-લ દેવપ્રિય પ્રિયદર્શી રાજા કહે છે કે કંઈ હરકત હોય, પુત્ર પ્રસ, પ્રવાસ કરવો હોય તથા એ શિવાય બીજા ઘણા પ્રસંગ આવે ત્યારે મનુષ્ય નાનાં મોટાં માંગલિક કૃત્ય કરે છે. જે માણસો આવાં નિરર્થક અને શુદ્ર અનેક મંગળ કરે છે તે મૂઢ છે. માંગલિક કૃત્યે તે અવશ્ય કરવાં જોઈએપણ એવાં મંગળ કૃત્યેનું બહુજ થોડું ફળ છે. ધર્મમંગળ એજ મહામંગળ છે. એ મંગળમાં નીચેની બાબત છે. નેકર-ચાકરની ખબર રાખવી, ગુરૂની સારી રીતે સેવા કરવી, જીવને સારી રીતે નિયમમાં પ્રવતો તથા બ્રાહ્મણ–ભિક્ષુકોને સારું દાન આપવું. એ તથા એવા પ્રકારના બીજાં સત્કર્મ કરવાં એનું નામ ધર્મમંગળ છે. આ મંગળ કરવાને બોધ બાપ હોય તે બાપે, દીકરાએ, ભાઈએ કે ઉપરીએ જ્યાં સુધી સામા માણસના મનમાં ઉતરે ત્યાંસુધી કરો. આગળ કહ્યું છે કે દાન કરવું તે સારું છે, પણ જેવાં ધર્મ સંબંધી દાન તથા અનુગ્રહ છે તેવાં બીજ કેઈપણ દાન કે અનુગ્રહ નથી. શુભ અંત:કરણવાળા મિત્ર, જ્ઞાતિલાએ તથા સલાહકારે પ્રસંગ આવે