________________
(૨૧) મેં ધર્મમહામાત્ર નીમ્યા છે. તેઓ લડવૈયા લેકમાં, બ્રાહ્મણ, શ્રમણ તથા બીજા લોકોમાં બીન હરકતે સારા લેકનું કલ્યાણ થવા સારૂ, બંદિવાના બંધ તોડાવવા સારૂ અને પૂરેલાને બહાર કાઢવા સારું પવિત્રગુરૂએ આપેલા જ્ઞાનના સાધન વડે ફરશે. પાટલી પુત્ર શહેરમાં અથવા બહાર જ્યાં મારા ભાઈ બહેન અથવા સગાંવહાલાં હશે ત્યાં પણ તેઓ જશે. આ ધર્મમહામાત્ર જે નીતિની દેખરેખ માટે નીમવામાં આવ્યા છે તેઓ જે જે સ્થાનોએ નીતિને કાયદે સ્થપાયે છે, ત્યાં ત્યાં પુણ્યવાન અને સદ્દગુણીજનોને ઉત્તેજન આપશે. આવા ઈરાદાથી આ શાસન લખ્યું છે તે મારી પ્રજાએ માનવું.
શાસન–૬. પ્રાચીનકાળમાં પ્રજાના હિત ઉપર ધ્યાન આપવામાં આવ્યું હોય તેમ જણાતું નથી. તેમજ કોઈ અમલદારોએ પણ ધ્યાન આપ્યું નથી. માટે હવે મારા રાજ્યમાં સ્ત્રીઓ ઉપર, ધર્મસ્થાન ઉપર, યાત્રાળુ ઉપર, વ્યાપાર ઉપર તથા બાગ-બગીચા ઉપર મેં ચોકીદાર રાખેલા છે. અને હરેક રીતે મારી પ્રજાના સુખમાં વધારો થાય તેમ કર્યું છે. હું અને મારા મહામાત્ર જે જે જાહેર કરીએ તે મંજુર થવા માટે સભામાં મૂકવામાં આવશે. મંજુર થયા પછી મને ખબર આપવામાં આવશે આવી આજ્ઞા મેં સર્વ ઠેકાણે કરી છે. જગતનું હિત કરતાં કરતાં મને સંતોષ થતું નથી. આખી દુનીઆને આબાદ કરવી એ ઘણેજ સ્તુતિપાત્ર પ્રયત્ન છે. જ્યારે સવ