________________
(૨૧૮) વજડાવી તથા આતશબાજી ફડાવી અગાઉ કેઈ દિવસ નહીં આપેલે એવો હુકમ આપે છે કે, પ્રાણીહિંસા કરવી નહીં. બ્રાહ્મણ-શ્રમણનું માન રાખવું. માબાપની સેવા કરવી તથા વૃદ્ધની સેવા કરવી. આ અને બીજાં ધમાચરણ દેવના પ્રિય પ્રિયદશી રાજાએ વધાર્યા છે અને હજુ પણ વધારશે. દેવના પ્રિય પ્રિયદશીના પુત્ર પિત્રાદિક પણ પ્રલય પર્વત ધર્મ તથા શીલ પાળી આ ધર્માચરણની વૃદ્ધિ કરશે. કારણ કે જે દુરશીલ હોય છે તે પોતે પણ ધર્મ પાળી શક્તા નથી. ધમચરણની વૃદ્ધિ થાય તથા ઘટાડો ન થાય એમાં સારું છે એમ ધારી આ લખેલું છે. આ બાબતની વૃદ્ધિ થાઓ. હાની ન થાઓ. ગાદીએ બેઠે બાર વર્ષ થયા પછી દેવના પ્રિય પ્રિયદર્શી રાજાએ આ લખાવેલું છે.
શાસન–પ. દેવના પ્રિય પ્રિયદર્શી રાજા ફરમાવે છે કે કોઈનું કલ્યાણ કરવું એ કઠણ છે તથા પાપ કરવું એ સહેલું છે. માટે મેં જેમ શુભ કૃત્ય કર્યા છે તેમ મારા પુત્ર, પિત્ર તથા પ્રપત્રાદિક પણ દરેક સમયે ઘણું સારાં કામ કરશે. લેકે પણ તેજ પ્રમાણે ચાલશે તે સુખી થશે. જે આ માર્ગને તજશે. તે દુ:ખ પામશે, પાપ સુકર છે. માટે મારા રાજ્યના તેરમાં વર્ષમાં સર્વ ધર્મના લોકેમાં નાતિની દેખરેખ રાખવા સારૂ સદ્દગુણની વૃદ્ધિ થવા અને યવન, કાબેજ, ગંધાર, રાષ્ટ્રિક અને પિનેનિકના સુધમી લોકમાં સુખની વૃદ્ધિ કરવા સારૂ