________________
(૨૧) સુખના ઉપાય. એ બંને ઉપાયને માટે મનુષ્ય તથા પશુઓને ઉપયોગી જે જે આષધિએ જે જે સ્થાને નથી તે તે ઔષધિઓ મંગાવીને ત્યાં ત્યાં પાવી છે. તેમજ ફળ મૂળ જે ઠેકાણે નથી ત્યાં તે મંગાવી રોપાવેલાં છે. તથા મનુષ્યના અને પશુઓના ઉપયોગ સારૂં માર્ગમાં કુવા ખેદાવ્યા છે તથા ઝાડ વવરાવ્યાં છે.
શાસન–૩, દેવના પ્રિય પ્રિયદર્શી રાજા કહે છે કે ગાદીએ બેઠાં મને બાર વર્ષ થયાં ત્યારે મેં એ પ્રમાણે આજ્ઞા કરી કે, જે લેકે ધર્મના નિયમથી બંધાયેલા છે તે ગમે તે પરદેશના હોય અથવા મારી પ્રજા હોય તો પણ તેમણે નીતિનાં બંધન જેવાં કે માતા-પિતા, મિત્ર, દાસ ને બાળક સંબંધી તથા બ્રાહ્મણ અને શ્રમણ સંબંધી કર્તવ્ય અમલમાં લાવવા સારૂ પાંચ વર્ષ પ્રાયશ્ચિત કરવું. ઉદારતા સારી છે. જીવતાં પ્રાણીને પીડા નહીં કરવી એ સારું છે. ઉડાઉપણું ને નિંદાથી દૂર રહેવું એ સારું છે. શ્રદ્ધાવાળા લોકોને આ સ્થાને ગણવેલા સગુણ સંબંધી દાખલાથી અને ખુલાસાથી સમાજ પોતે જ ઉપદેશ આપશે. .
શાસન–૪. ઘણે કાળ થયાં હિંસા ઘણી થાય છે, જ્ઞાતિમર્યાદા રહેતી નથી, બ્રાહ્મણ-શ્રમણનું માન રહેતું નથી, માટે દેવના પ્રિય પ્રિયદર્શી રાજા ગજાદિક સહિત સ્વારી કહાડી, વાજીંત્ર