________________
અશોકના લેખોનું ભાષાંતર
શાસન–૧. દેવના પ્રિય પ્રિયદર્શી રાજાનું આ શાસન છે. જીવહિંસા તદન બંધ કરવી જોઈએ. જેમાં હીંસા થાય તેવા યજ્ઞો કરવા નહીં. મેટ સમાજ એકઠો કરવા દે નહીં. કારણ કે દેવના પ્રિય પ્રિયદશી (અશક) રાજા આવા મેટા સમાજને દેષરૂપ ગણે છે. ખરેખરી તે એક જ સમાજ છે જેને દેવના પ્રિય પ્રિયદર્શી રાજા કબુલ રાખે છે. આગળ ધર્મશાસન બહાર પાડવામાં આવેલું છે કે સત્કર્મમાં પ્રાણીઓ મારી શકાય અને આજ સુધી આવી રીતિ ચાલતી આવી છે, પણ તે રીતિ હવે કબુલ નથી, તેથી આ ધર્મશાસન બહાર પાડવામાં આવે છે કે હવેથી પ્રાણુઓને મારવાં નહીં.
શાસન-૨.
દેવના પ્રિય પ્રિયદર્શી રાજાના સઘળા મુલકમાં તથા પાસેના દેશ ચળ, પાંડ દેશ, સત્યપુત્ર, કેરલપુત્ર, તામ્રપણ (લંકા) માં તથા યવન રાજા એન્ટિકસ તથા તેને સામંત રાજાઓ હોય તે સર્વને માલુમ થાય કે રાજાએ બે બાબતે કરી છે. એક મનુષ્યના સુખના ઉપાય તથા બીજા પશુઓના