________________
(૨૧૫). સાલમાં દાજીરાજને વઢવાણને કુલ અખત્યાર મળ્યા. ૧૮૮૨ માં મૈયાનું તથા ૧૮૮૫ માં મકરાણીનું હૃલ્લડ થયું. ૧૮૮૨ ના સપ્ટેબરની ર૯ મી તારીખે નવાબ સર મહાબતખાનજી કે. સી. એસ. સ્વર્ગવાસી થતાં કુંવર બહાદુરખાનજી ગાદીનશીન થયા. તેમના વખતમાં વજીર બહાઉદીનભાઈ હારામભાઈ સી. આઈ. ઈ. એ તથા દીવાન હરિદાસ વિહારીદાસે રાજ્યની સારી સેવા બજાવી. મહાબત મદરેસા, જુનાગઢ તરફની રેલ્વે, વગેરે આ નવાબ સાહેના વખતમાં થયાં. સંવત ૧૯૪૭ ના કાર્તિક માસમાં લોર્ડ હેરિસના હસ્તથી બહાદુરખાનજીને જી. સી. આઈ. નો ખેતાબ મળે.ને સંવત ૧૯૪૮ ના પિષ વદ ૭ને ગુરૂવારે બહાદુર બાબી બહાદુરખાનજીબેહસ્તનશીન પામવાથી નવાબ સાહેબ મહમદ રસુલખાનજી ગાદિપતિ થયા. તેમના વખતમાં મુંબઈના ગવર્નર લેડ હેરીસના હાથથી લેપર અસાઇલમ સ્થપાયું. ને વજીર સાહેબ બહાઉદીનભાઈ કે જે સંવત ૧૦૧ ની સાલથી રાજ્યની સેવા બજાવતા આવ્યા છે તેમને સને ૧૮૪૩ ના નવેંબર માસની તા. ર૩મીએ લેહેરીસે સી. આઈ. ઈ. ને ચાંદ રાજકેટ મુકામે પહેરાવ્યા. - દીવાન હરિદાસ પછી તેમના ભાઈ સરદાર બહાદુર બહેચરદાસ તથા ચુનીલાલ સારાભાઈ દીવાન થયા. સને ૧૮૦૩ માં નાયબ દીવાન પુરૂષોતમરાય સુંદરજી રાજ્યની નેકરીમાંથી દુર થયા ને સરદાર બહાદુર બહેચરદાસ બીજી વાર દીવાન થયા. ૧૮૦૬ માં મીરઝાં અબાસ અલીબેગ દીવાન થયા.