________________
(૨) યથાસ્થિતિએ આપણે જાળવી શકયા છીએ, તેના કારણભૂત આપણું જીનમંદીરએ પણ હેટ ફાળો આપે છે. એટલું જ નહિ, પણ આપણું ધાર્મિક જીવન ટકાવી રાખ્યું છે. આવાં ધાર્મિક સ્થાને, મંદીરે, દેવાલયે જે અત્યારે આપણી દષ્ટિગોચર થાય છે તે આપણા પૂર્વજોની જાહોજલાલી, લક્ષમી અને સાધના વિપુલ ભંડારની પુરતી પ્રતીતિ આપે છે. એટલું જ નહિ, પણ ભવિષ્યની પ્રજાના અને આ પણા જીવનમાર્ગમાં તેઓના જીવનના કીર્તિસ્તંભે છે, જે આપને અને આપણું ભવિષ્યની પ્રજાને ધાર્મિક જીવનના દુર્ધટ માર્ગમાં દેરનારાં છે. આવાં તીર્થસ્થાને જે અનેક વર્ષો પહેલાંના બહુ દ્રવ્ય અને મહેનત તેમજ અનુપમ કળાનાં પરિણામ છે, તેને સારી સ્થિતિમાં જાળવી રાખવા એ આપણી પવિત્ર ફરજ છે. જે કૃતિઓ આપણા પૂર્વજો સારી આલમ સમક્ષ મુકી ગયા છે, તેવી અગર તેની હરિફાઈ કરે તેવી, અન્ય કૃતિએ આપણે જગતને પૂરી પાડી શકીએ તેવી સ્થિતિમાં તે હાલ આપણે જણાતા નથી, પરંતુ જે છે તે યથાસ્થિતિએ જાળવી પણ ન રાખી શકીએ તે આપણે બીજું શું કરી શકવાની આશા રાખી શકીએ? અને તેમ કરવું તે પ્રત્યેક જૈન બંધુની પવિત્ર ફરજ છે.
આવાં તીર્થો આખા હિન્દુસ્તાનમાં અનેક સ્થળોએ છે, જે પૈકી સૈારાષ્ટ્ર દેશમાં સિદ્ધગિરિ અને રૈવતાચળ અને શાશ્વતા તીર્થો છે. શાસ્ત્રકાર બંનેને મહિમા એક જ સરખો