________________
( ૨૧ર) (સંવત ૧૮૮૭ ને) સતાશીઓ કાળ પડે. ઈ. સ. ૧૮૩૪ માં સદાશીવરાવની દીવાનગીરીમાં ખડીઆન બલચને નવાબ સાહેબે હરાવી તાબે કર્યો. ૧૮૩૫ માં અનંતજીને ભાઈ અમૃતલાલ અમરચંદ દીવાન થયું. ૧૮૩૬ માં નથુરામ અમરજી બુચ દીવાન થયા. ૧૮૩૮ માં અંગ્રેજ સરકારની સલાહથી. સતી થવાનો ઘાતકી ચાલ સોરઠમાં બંધ કરવામાં આવ્યા. ૧૮૪૦ માં બહાદુરખાએ કાળ કર્યો. તેથી તેમના પુત્ર હામીદખાં ૧૨ વર્ષની ઉમરે ગાદીનશીન થયા. ૧૮૪રમાં સોના રેખની રેતીમાંથી સોનું કરવાના પ્રયોગ કરવામાં આવ્યા હતા પણ ખરચ ઉપજ કરતાં વધી જવાથી તે કામ છોડી દેવામાં આવ્યું, એમ સર જર્જ લીગ્રેન્ડ જેકબ સાહેબ કહે છે. તે વર્ષમાં અનંતજી અમરચંદ દીવાન થયા. ૧૮૪૭ માં ઓખાના, વાઘેર વીઘા માણેક તથા રબારી રૂડાએ કેપ્ટન લકને ગેળીથી માર્યો. પણ પાછળથી બંને પકડાયા. ૧૮૫૦ માં અતિવૃષ્ટિ થવાથી ઘણાં ગામડાં રેલમાં તણાઈ ગયા, ઇંશિઆર અને ચાલાક નવાબ ૧૮૫૧ માં ૨૩ વર્ષની નાની વયમાં બહેસ્તનશીન થયા ને તેમની ગાદીએ તેમના ભાઈ મહાબતખાં ચાદ વર્ષની ઉમરે રાધનપુરથી આવીને બેડા, તેમણે કર્નલ લેંગની સલાહથી પ્રથમ કાઉન્સીલથી રાજ ચલાવ્યું, પણ એકવીશ વર્ષની ઉમરે આવ્યા ત્યારે અનંતજી અમરચંદ તથા મીયાં હમદને દીવાન નીમ્યા. રાધનપુરના નવાબ જોરાવરખાંની દીકરી કમાલબખ્તા, સામતખાં બીબીની પુત્રી સરદારબખ્તા, તથા જુનાગઢના રહીશ શેખ હાસમભાઈની દીકરી લાડડી