________________
( ૧૦ )
દીવાન રઘુનાથજીએ તેમની સાથે અમરેલી જઈને કાલકરાર કરવા શરૂ કર્યાં. રણછોડજી દીવાને મુકુદાયને ત્યાંથી કાઢી મુકયા હતા તથા રાજકુવરબાઈએ વેંત જેટલી પણ જમીન આપવાની ના પાડવાથી રઘુનાથજીએ રાજીનામું આપ્યું હતુ. તે છતાં પણુ ગાયક્વાડના દીવાન વિઠ્ઠલરાવે લાંચ આપીને જુનાગઢના કારભારીઓને ફાડયા ને અમરેલી તથા કોડીનાર પરગણાં નવાખ સાહેબ પાસેથી લખાવી લઇ અમરેલીના કિલ્લા ફરીને ધાન્યેા. ૧૮૧૩ માં પૂછડી તારા દેખાયા, ને દેશમાં દુકાળ પડયા. ૧૮૧૪ માં દરીયા વરસની મરકી તથા દુકાળથી ઘણાં માણસા યમરાજાના ધામમાં પહેાંચી ગયાં. ૧૮૧૫ માં જમાદાર ઉમર સુખાસનનું જોર વધ્યુ તેથી નવાબ સાહેબને ભય લાગ્યા. નેટીવ એજન્સ સુંદરજી સવજી, દીવાન રઘુનાથજી તથા રણછોડજીની સલાહથી કર્નલ એલેન્ટાઈને જુનાગઢ આવી ઉમર મુખાસનને ટીંબડી ને પીપરીયા ગામ આપ્યાં. ને નવાબ સાહેબને ભય. માંથી મુક્ત કર્યા. તેના બદલામાં ૧૮૧૭ માં નવાબ સાહેબે . ધંધુકા, રાણપુર, ઘાઘા ને ધેાલેરાની જોરતલબી લેવાના હક ક ંપની સરકારને લખી આપ્યા.
૧૮૧૮ માં બ્રિટીશ સરકારની મદદથી સુ ંદરજી સવજી જુનાગઢના દીવાન નીમાયા. ૧૮૧૯ માં કાઠીયાવાડમાં ધરતી
+ આ ઉદરીઆ સાલમાં અસખ્ય ઉંદરાએ પાકમાં ઘણા બગાડ કર્યાં. ૧૮૪૦ માં પશુ ઉદરન ધાડાં વધી પડયાં હતાં.