________________
( ૨૦ ) કુંવર દેવાજી સાથે ખંડણી ઉઘરાવવા માટે ઝાલાવાડ ઉપર સ્વારી કરી. રણછોડજી દીવાન પણ ઉના તથા ચોરવાડ નવાબ સાહેબ માટે જીતી લીધાં. પછી લીંબડીમાં આવી મળે. ૧૮૦૩ માં રણછોડજી દીવાને ઝાલાવાડમાંથી બમણું ખંડણી લીધી; તેમાં ગાયકવાડની તરફથીશીવારામગાદી સામે થયે, પણ તેનું કાંઈ વળ્યું નહીં. ૧૮૦૪ માં ગાયક્વાડના દીવાન બાબાજી આપાજીએ વનથલીને ઘેરો ઘાલે, પણ દીવાન રણછોડજીએ તેને હેરાન કર્યો ને તેની ઉઘરાવેલી ખંડણી છીનવી લીધી. ૧૮૦૫ માં દીવાન રણછોડજીએ રાજકેટ સુધી ખંડણું ઉઘરાવી. નવાબ સાહેબે દીવાન રઘુનાથજીને કુતીઆણું ગીરવી આપ્યું, તેથી ૧૮૦૬ માં બંને ભાઈઓ ચાર લાખ રૂપિઆ ચુકવી આપી ત્યાં રહેવા ગયા. ૧૮૦૭ માં કર્નલ વેકરે બાબાજી આપાજી સાથે કાઠીઆવાડમાં આવીને સર્વ રજવાડાઓની ખંડણી હંમેશને માટે મુકરર કરી. ૧૮૦૯ સુધી કર સાહેબ રહ્યા. તે વખતમાં રેવાશંકર જુનાગઢ સરકારમાં મુખ્ય કારભાર ચલાવતા હતા. ૧૮૧૧ માં નવાબ સાહેબ હામી દખાં મૃત્યુવશ થયા. કહાનદાસ તથા જમાદાર ઉમર મુખાસને બહાદુરખાને પાટણથી લાવીને ૧૭ વર્ષની ઉમરે જુનાગઢની ગાદીએ બેસાડયા. કુતીઆણેથી રઘુનાથજીને બોલાવી તેને દીવાનગીરી સોપી. ૧૮૧૨ માં કેપ્ટન કનક તથા ગંગા ધર શાસ્ત્રીએ જામસાહેબને હરાવી જુનાગઢ પાસે લાલવડ સુધી આવી નજરાણું માંગ્યું. ૧૪
=
1