________________
(૨૦૮ ) ઉપર ચઢાઈ કરી. પણ કલ્યાણશેઠ, દીવાન રણછોડજી તથા હળવદના રાજાસાહેબ વચ્ચે પડ્યા તેથી સલાહ થઈ "
રાવળ વખતસિંહે કુંડલા તથા રાજુલા લઈ લીધું, તેથી નવાબ સાહેબે ભાવનગર ઉપર ચઢાઈ કરી. ઢસા આગળ આખો દિવસ યુદ્ધ ચાલ્યું પણ છેવટે વખતસિંહે એક લાખ પંદર હજાર રૂપિઆ આપવા ને નવાબે કુંડલા ને રાજુલા પરગણાં આપવાં એવા કોલ કરારથી તહનામું થયું. ૧૭૯૭ માં જુનાગઢ સરકારે માળીયા જીત્યું. ૧૭૯૮માં જમાદાર હામીદના દીકરા આમીન સાહેબે પિતાના પિતાનું વેર વાળવા ગાયકવાડનું લશ્કર લઈ મજેવડીમાં આવીને તેને કિલ્લો તેડ. ને ત્રણગણું ખંડણ લઈ પાછા ગયે. ૧૭૯૯ માં કલ્યાણશેઠે સાયલાના ઠાકરની મદદે જઈ પંચાણુના ધાંધલપુર ઉપર ચઢાઈ કરી, પણ તે ફાવ્યા નહીં. ઈ. સ. ૧૮૦૦ માં પિતાના સિપાઈઓને પગાર આપવાને માટે કલ્યાણશેઠે બાંટવાના મુખત્યારનાં બાબીની સાથે ધ્રાફા, હાલાર ને રિબંદરના ગામમાં લુંટફાટ કરી, ને કુતીયાણા કબજે કર્યું, પણ નવાબ સાહેબના સંદેશાથી દીવાન રઘુનાથજી તથા દીવાન રણછોડજીએ કુંતીઆણુને ઘેરો ઘાલી લઈ લીધું ને કલ્યાણ શેઠને તેના કુટુંબ સહિત કેદ કર્યો. અને તેને દીકરો દીવમાં નાશી ગયે.
ઓગણીસમી સદીની શરૂઆતમાં દીવાન રઘુનાથજીએ પિતાના ભાઈ રણછોડજીને કુંતીઆણુ સંપીને ગાંડળના