________________
(૨૦૭ ) નાગરવાડે લુંટ, ને રઘુનાથજીના કપટી મસલતી આનું માથું પિસ શુદી પડવાની રાત્રે કાપી નાંખ્યું. આ ઉપરથી દીવાન રણછોડજીએ કેડીનાર ને પાટણ લઈ લીધાં. છેવટે નાગ રેને કેદમાંથી છોડયા. ને રણછોડજી દીવાન જામ સાહેબની નોકરીમાં રહો. તેમાં તેને પડધરી આટકેટ જાગીરમાં મળ્યાં. અને તેના કાકા દુલ્લભજી ભાવનગરમાં ગયા. ત્યાં તેને પણ ચાર ગામની જાગીર મળી. રણછોડજીના નાનાભાઈ દલપતરામને પણ લીંબડીના ઠાકોરે નોકરી આપી. - નાગર લેકેનું જોર પડી ભાંગ્યા પછી વણિક કલ્યાણશેઠ તથા ગુજરાતના નાગર માધવરાય ખુશાલરાયને દીવાનગીરી મળી. ને નવાબ સાહેબે જુનાગઢના નાગર તથા સોમપરા બ્રાહ્મણ પાસેથી દશ લાખ કેરીને દંડ લીધે. ૧૭૯૪ માં ભાવનગરના રાવળ વખતસિંહે ચિતળમાંથી જુનાગઢનું થાણું ઉઠાડી મુકવું. કલ્યાણશેઠ સાથે ટંટે થવાથી માધવરાયે વનથલી વશ કર્યું. પણ નવાબ સાહેબની ફરમાશથી દીવાન રણછોડજીએ તેને હરાવ્યું. ૧૭૫ માં રાજકુંવરબાઈએ બહાદુરખાને જન્મ આપે.
૧૭૯૬માં ભુજના વજીર જમાદાર ફતેહમહમદે હાલાર ઘાયલ કર્યો ને તેની વહુ વચ્ચે પડી તેને પણ ઘાયલ કરી. આમ કરવાનું કારણ એ હતું કે રઘુનાથજીએ નવાબને પ્રથમ કહી રાખ્યું હતું કે પ્રભાશંકર તથા મોરારજીને પ્રથમથી મારી નાંખવા કે જેથી શાંતિથી રાજ્ય ચલાવાય.