________________
(૨૦૪ ) હતા. આ વખતે ગુણયલ અમરજનીગંજાવર કીર્તિ આખા ગુજરાતમાં ગાજી રહી હતી, પણ હવેથી તેની પડતી આવી. નવાબને સમજાવીને રિબંદરના રાણા સુલતાનની તથા જામનગરના પ્રધાન મેરામણ ખવાસની સેના સાથે પોતાની સેના એકત્ર કરી ગેડને જાડેજા કુછ કુતિયાણામાં લુંટફાટ ચલાવવા લાગ્યા, પણ પાંચપીપળાના રણક્ષેત્રમાં અમરજીએ તે સર્વને હરાવ્યા તેથી સર્વે પિતાપિતાને સ્થાને વિખરાઈ ગયા. આ લડાઈમાં માંગરોળના શેખમીયાં અમરજી તરફ હતા. અમર જીએ ઘણી જ ખુશીઆરીથી પોરબંદરના રાણાને એ તે ત્રાસ પમાડયે કે દેલવાડાને કીલે જે પાંચપીપળાની લડાઈ પછી તેડી પાડે હતું તે રાણાએ પિતાના ખરચે પાછો બાંધ્યું. ત્યાર પછી નવાબસાહેબને સાથે લઈને અમરજી ઝાલાવાડને ગેહલવાડમાં ખંડણી લેવા નીકળ્યા, પણ નવાબસાહેબ મંદવાડને ટૅગ કરી જુનાગઢ તરફ વળ્યા ને ગોંડલમાં કુંભાજીના મેમાન તરીકે રહ્યા. ત્યાં કુંજીએ એવી તે કાનમાં કુંક મારી કે અમરજીને મારી નાંખવાનું કાવતરું રચાયું. તેથી અમરજીના જુનાગઢ આવવા પછી મહાબતખાનની વિધવા રાણીએ રાધનપુરના નવાબની દીકરીનું ઘરેણું દેખાડવાને બહાને તેને મહેલમાં બોલાવી તરકટથી આર પાસે મરાવી નાંખે. અને તેના ભાઈ દુલભજી અને દીકરા રણછોડજીને કેદ કર્યો. પણ અમરજીના મિત્ર મહાદજી સિધીઆના ભાઈ રૂપે સિંધીઆ તથા મેરારરાવ ગાયકવાડ જે તે વખતે ગેહલવાડમાં હતા તેમની ભલામણ તથા આરબના દબાણને