________________
(૨૦૨) ગોંડલના જાડેજા કુંભેજીને ધોરાજી તથા ઉપલેટાની બીક લાગી, તેથી તેણે નવાબ સાહેબને આડુંઅવળું સમજાવી મરાઠા લશ્કરની સાથે પોતાનું લશ્કર ભેગું કરી પોતે અમરજીની સામે થયે. પણ અંતે વળ્યું નહીં ઈ. સ. ૧૭૭૪ માં નવાનગરના જામ જસાજી કારભારી મેરામણ ખવાસે ઓખાના વાઘેર લેકે સામે લડવાને અમરજીની મદદ માગી. વાઘેરનું મથક પત્રિા હતું તેને અમરજીએ લઈ લીધું ને લુંટને સઘળો ખજાને કબજે કર્યો.
આ વખતે મહેબતખાં ગુજરી ગયા એવી ખબર પડતાં તુરત જ જુનાગઢ આવી તેના આઠ વરસના શાહજાદા હામીદખાને ગાદી ઉપર સ્થાપીને આ બહાદુર દીવાન ઝાલાવાડમાં મુલકગીરીની ચઢાઈ કરવા નીકળે. તેની ગેરહાજરીમાં નવાબ સાહેબની મા સુભાનકુંવરે બાંટવાના મુખત્યારનાં સાથે મળીને વનથળીને કિલ્લો હાથ કર્યો. ને અમદાવાદના સુબા. મહીપતરાય તથા આબુરાયની મદદ માગી; પણ એટલામાં અમરજી દીવાન આવી પહોંચે. તેથી મહીપતરાયે જે ખંડણ ઉઘરાવી હતી તે અમરજીને સોંપી દીધી. ને મુખત્યારખાં બાંટવે નાશી ગયે. ઈ. સ. ૧૭૭૬માં શિવા તથા ગાયકવાડના સુબેદાર અમૃતરાવ તથા ભણુ ખંડણી ઉઘરાવવા જેતપુર સુધી આવ્યા. પણ જાડેજા કુંભાજી વચ્ચે પડે ને અમરજી આગળ તેમનું કંઈ ચાલ્યું નહિ. મોરબીના ઠાકર વાઘજીએ વાગડમાં ચઢાઈ કરવામાં મદદ માંગવાથી અમરજી