________________
(ર૦૧). રાજ્યકર્તા થઈ પડયા. તેમને પણ અમરજીએ કેદ કયો. શેખમિયાં માંગરોળ નાશી ગયે. ત્યાં જઈને અમરજીએ સલ, દીવાસા, મહીયારી, ને બગસરા લઈ લીધાં. ને જુનાગઢને પિતાના રાજ્યને અર્ધ ભાગ આપવાને શેખમિંચાને ફરજ પાડી. નવાબ મહાબતખાના કેઈએ કાન ભંભેરવાથી અમરજી દિવાન તથા તેને ભાઈ દુલભજી બંને કેદમાં પુરાયા પણ પછી ૪૦૦૦૦ કેરીનો દંડ કરીને તેમને છોડી મુકવામાં આવ્યા. અમરજી દિવાન જેતપુર જઈ રહ્યા. નવાબ સાહેબે માંગરોળ ઉપર ચડાઈ કરી, પણ તેમનું કાંઈ ચાલ્યું નહિ. તેથી અમરજીને મનાવીને ફરીને દીવાનગીરી આપી. અમરજી દીવાને માંગરોળના શેખમિયાને તાબે કર્યો ને તુરત જ સુતરાપાડા જીતી લીધું. ઈ. સ. ૧૭૬૮ માં ભાવનગરના રાવળ વખતસિંહજીને તળાજાના કોળી લેકે સામે મદદ કરી.* ૧૭૭૦ માં બાંટવાનો શેરઝમાનખાં જે મહાબતખાનો કાક હતે તેણે જુનાગઢ ઉપર ચઢાઈ કરી પણ નિષ્ફળ થયું. તેજ વર્ષમાં અમરજીએ જેતપુરના વાલાકુંપાને દીલખાણીઆ લેવામાં મદદ કરી. પછી હાશમખાં પાસેથી કુતીયાણું લઈને તેને મજેવડી આપ્યું, ને પોતાના ભાઈ દુલભજીને કુંતી આ ણામાં મુક્યો. પછી માળીઆના મિયાણુ, બાબરીઆ લેકે, તથા ઉનાના કસબાતી લેકેને તાબે કર્યા.
* ત્યારપછી ખંભાતના નવાબને તળાજા સોપાયું પણ ૧૭૭૩ માં વખતસિંહજીએ તેની પાસેથી ખરીદ કર્યું.